બાળપણ શબ્દ કાને પડતાં હૈયું જુની યાદો થી છલકાય જાય. આપણી પેઢી છેલ્લી હશે કે જેણે ખરા અર્થમાં બાલપણ માણ્યું છે. ગલી ની રમતો હવે ના બાળકો માં જોવા નથી મળતી જોવા મળે છે ફક્ત મોબાઈલ ગેમ્સ.આપણા બાળપણ માં રમત રમવામાં એકેય શેરી બાકી નહી હોય જ્યાં આપણી યાદો નો પુરાવો ના મળે. રમતી વખતે પડતાં પડી જતાં ને જ્યાં લોહી નીકળ્યું હોય ત્યાં ધૂળ ખંખેરતા એ ધૂળ આપણા લોહી ને અડી ગઈ હતી એટલે આજે જુની બાળપણ ની જગ્યા સાથે લોહી થી જોડાયેલો સંબંધ છે.
— ધ્રુવ મહેતા