The Genius Talk l An Inspirational Talk Series

How I became Garba King? l Chetan Jethava l The Genius Talk


Listen Later

How I became Garba King? l Chetan Jethava l The Genius Talk

ગરબાના શોખને જ પોતાની કારકિર્દી બનાવી અને બનાવ્યા દુનિયાના સૌથી મોટા ગરબા ક્લાસીસ l Chetan Jethava l The Genius Talk  

પોતાના શોખને જ પોતાની કારકિર્દી બનાવો એવું ઘણા લોકો સલાહ આપતા હોય છે પરંતુ શોખને કારકિર્દી બનાવતી વખતે શું શું વાતો ધ્યાનમાં રાખવી એ આપને આ એપિસોડમાંથી જાણવા મળશે.   ગોંડલ જેવા નાના શહેરમાં માત્ર ડાન્સ ક્લાસ ચલાવી સર્વાઇવ કરવું એ કોઈ નાની-સુની વાત નથી. ચેતન જેઠવાએ 1992માં પ્રથમ વખત ગરબા હરીફાઈમાં ભાગ લીધો અને પહેલું પ્રાઈઝ મળ્યું ત્યાર બાદ પાછું વાળીને જોયું નથી. પોતાના શોખને જ પોતાની કેરીયર બનાવી દુનિયાના સૌથી મોટા ગરબા ક્લાસીસ બનાવી દીધા. તેમણે માત્ર ગુજરાતમાં જ નહિ પણ ભારતભરમાં અને વિદેશમાં પણ અત્યાર સુધીમાં 60,000 કરતા વધારે લોકોને ગરબા શીખવ્યા છે. 19 દેશોમાં ભારતનું પ્રતિનિધીત્વ કરી પરફોર્મ કર્યું છે અથવા તો ત્યાં ગરબા શીખવ્યા છે.    

કોવીડ 19 એ જેમ બધાની જીંદગી બદલી એમ ચેતનભાઈની પણ જીંદગી બદલી નાંખી. જે માણસ મહિનામાં 15 થી 20 દિવસ ટુરમાં રહેતા એમણે સતત ઘરે રહેવાનું થયું અને ગરબા પણ બંધ થઇ ગયા. હવે અહીં તેમણે પોતાના બીજા શોખ પર ધ્યાન કેન્દ્રીત કર્યું જે હતું રસોઈ કળા. તેમણે અવનવી વાનગીઓ બનાવની શરુ કરી અને આખરે એક દિવસ એમાંથી જ એમને અથાણાનો બિઝનેસ શરુ કરવાનો વિચાર આવ્યો અને  શરુ થઇ નવી સફર "ચેતન'સ પીકલ" ની, તો આવો જાણીએ તેમના ગરબા અને બિઝનેસની સફર એમની પાસેથી જ...     

Follow The Genius Talk:  

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/

Insta: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/thegeniustalk99 

#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #ChetanJethava #GarbaKing #GarbaTutor #GujaratiGarba #TheGeniusTalkPodcast

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk