The Genius Talk l An Inspirational Talk Series

Lost her Strength but not Hope l Deval Vora l The Genius Talk


Listen Later

Lost her Strength but not Hope l Deval Vora l The Genius Talk  

દેવલે MBA કર્યા બાદ આવેલી એક ઓફર સ્વીકારી અને બની ગઈ રેડિયોની આર. જે.  દેવલ. જે અવાજ એની ઓળખ હતી,  જે અવાજથી એનું નામ હતું એ અવાજે જ એનો સાથ છોડી દીધો, ડોક્ટરે કહી દીધું હવે એ આર. જે. તરીકે કામ નહિ કરી શકે. ત્યારબાદ એને સમજાયું કે નામ અને કિર્તી તો જીવનમાં બધા કમાવા ઈચ્છતા જ હોય પણ એનાથી પેટ નથી ભરાતું એ એક કડવી વાસ્તવિકતા છે.  એ ખુબ હતાશ થઇ ગઈ અને ડિપ્રેશનમાં સરી પડી પણ થોડા સમયમાં એણે નિરાશાને ખંખેરી ફરીથી ઊભા થવાનું નક્કી કર્યું અને સેલ્સ જેવા એક અજાણ્યા જ ફિલ્ડમાં ચેલેન્જ લઈને જોબ સ્વીકારી. એમાં પણ એણે ખુબ સફળતા મેળવી. જીવનમાં ક્યારેય બિઝનેસનો અનુભવ કર્યો ન હતો તો એક ફ્રેન્ચાઇઝી લઇ એ અનુભવ પણ એણે કર્યો. આ ઉપરાંત નાટકોમાં કામ કરવાના બદલે નાટકો માટે કામ કરવાનું શરુ કર્યું અને રાજકોટ જેવા શહેરમાં અવનવા અને સારા નાટકો લાવવાનું બીડું ઝડપ્યું.   

દેવલની કહાનીમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ છીએ કે કોઈપણ પરિસ્થિતિ કે મુશ્કેલી માનવીને જીવનમાં આગળ વધતા અટકાવી ન શકે. જો જીવનમાં એક દરવાજો બંધ થાય છે તો બીજા અનેક દરવાજા ખુલી પણ જાય છે.      

Follow The Genius Talk on: 

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/

Insta: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/thegeniustalk99 


#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #DevalVora #RJDeval #VaidehiEntertainment

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk