The Daily Buzz

ને ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે


Listen Later

*જિંદગી ત્યારે જીવવા જેવી લાગે છે...*
ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ
‘ક્યારે આવે છે ?’
એવું પૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
ગાલ પર પડતો
ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે કોઈને
કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે -
"કેમ આજે ઉદાસ છે ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે હાથ પકડીને
પાસે બેસીને કોઈ સમજાવે કે -
"તું મારા માટે 'ખાસ' છે !"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
સાંજ પડે સૂરજની જેમ
આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો
'દીકરી' ખોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી
'મમ્મી' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે ઉજાગરા વખતે
કોઈ બાજુમાં બેસીને કહે -
"ચાલ, હું તારી સાથે 'જાગું' છું..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે -
"કેવી લાગુ છું ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
ના પાડ્યા પછી પણ
પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,
કોઈ નજીકનો ખાસ મિત્ર
" ખવાય જશે " એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે વર્ષો જુનો મિત્ર
ફોન કરીને કહે કે -
"ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં
એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !
બે ટંક અનાજ માટે
ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !
હોસ્પિટલના ખાટલા પર
'મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે..
આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર
'સ્મિત' આવી જાય...
ત્યારે મને
મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે...
..ચાલ ને જીવી લઈએ જિંદગી
કારણ
જિંદગી જીવવા જેવીજ
...more
View all episodesView all episodes
Download on the App Store

The Daily BuzzBy Dhiren Pathak


More shows like The Daily Buzz

View all
Changing Minds with Owen Fitzpatrick by Owen Fitzpatrick

Changing Minds with Owen Fitzpatrick

41 Listeners