The Genius Talk l An Inspirational Talk Series

Nobody should Sleep Hungry l Bolbala Charitable Trust l Jayesh Upadhyay l The Genius Talk


Listen Later

Nobody should Sleep Hungry l Bolbala Charitable Trust l Jayesh Upadhyay l The Genius Talk  

રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે પણ ભૂખ્યો સુવે નહિ એ ઉદેશ્યથી કામ કરતી સંસ્થા એટલે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ. જયેશભાઇ ઉપાધ્યાય દ્વારા 1991માં એક વૃધ્ધ ડોશીમાની વેદના જોઈ, એમનું કોઈ ન હતું તો એમને મદદ કરવાનું નક્કી કર્યું અને માત્ર 51 રૂપિયાની બેન્ક બેલેન્સ સાથે 29-5-1991 ના રોજ શરૂઆત થઇ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાની સફર. નાના પાયાથી શરૂઆત કરી આજે ઘણા મોટાપાયા પર આ સંસ્થા કામ કરી રહી છે. મેડિકલ ઇકવીપમેન્ટ જેમને જોઈતા હોય એમને ત્યાંથી કોઈપણ ચાર્જ વગર વાપરવા આપવામાં આવે છે અને દર્દીને સારું થઇ જાય ત્યારે પરત આપી જવાનું. જયેશભાઇ કહે છે "સાધનો લઇ જાવ ને આશીર્વાદ આપી જાવ"   

કોવીડની પ્રથમ લહેર વખતે સતત 72 દિવસો સુધી એમણે 25000 લોકો માટે રસોડું દરરોજ ચલાવ્યું જેમાં 108 વાહનો દ્વારા અને 500 થી વધુ સ્વયંસેવકોની મદદથી કોવીડની પ્રથમ લહેરમાં કુલ 20,00,000 લોકોને ભોજન પહોચાડ્યું. જેના માટે બોલબાલા ટ્રસ્ટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત થયો. કોવીડની બીજી લહેર વખતે 15,000 ઓક્સીજન સીલીન્ડરની વ્યવસ્થા કરી હજારો જીંદગીઓ બચાવી.       

બોલબાલા ટ્રસ્ટ રાજકોટમાં કોઈ ભૂખ્યો ન સુવે એ ઉદ્દેશ્યથી રોજ 32 વાહનો દ્વારા, 100 થી વધુ સ્ટાફ અને 200 થી વધુ સ્વંસેવકોની મદદથી રોજ 3000 થી વધુ  લોકોને ભોજન પહોંચાડે છે.  તો આવો જાણીએ જયેશભાઇ પાસેથી જ બોલબાલા ટ્રસ્ટની સફર વિષે...  

Follow The Genius Talk  

Facebook: https://www.facebook.com/thegeniustalkofficial/

Insta: https://www.instagram.com/thegeniustalk/

Twitter: https://twitter.com/thegeniustalk99 


#TheGeniusTalk #GeniusTalk #TalkSeries #BolbalaCharitableTrust #JayeshUpadhyay

...more
View all episodesView all episodes
Download on the App Store

The Genius Talk l An Inspirational Talk SeriesBy The Genius Talk