Dada Bhagwan

Padharo Padharo He Raaj-Swami Ahvaan


Listen Later

પધારો પધારો હે રાજ – સ્વામી આહ્વાન

પધારો પધારો હે રાજ સીમંધર સ્વામી (2)
સીમંધર સ્વામી, સીમંધર સ્વામી (2)
પધારો પધારો હે રાજ સીમંધર સ્વામી.

પામ્યા પટંતર અહો !
ઇચ્છા તમ દર્શનની, કરુણા કરો
પ્રાર્થના કરીએ સુણો...
ભાવ અમારા પ્રભુ આજે પૂરો

મહાવિદેહ છોડી ભરતક્ષેત્રે આવો,
દાદા નીરુમાને પણ સાથમાં લઈ આવો.
પધારો પધારો હે રાજ સીમંધર સ્વામી. (2)

ૐ અરિહંત શરણમ્ ગચ્છામિ…

કાદવે ગરકયા જુઓ !
રાચ્યા છે મૂર્છિત સુખમાં જીવો.
પામર પર કૃપા કરો
ડૂબતાને ઝાલી કિનારો ધરો

દાદા ત્રિમંદિરે આપ બિરાજો,
આવો ને, આપની ચેતના ઉતારો
પધારો પધારો હે રાજ સીમંધર સ્વામી. (2)

આશિષ આપવા આવો
શક્તિઓ પૂરવા આવો... આવો
કલ્યાણ કરવા આવો
મોક્ષે લઇ જવા તમે આવો... આવો

મીટ માંડી બેસી રહ્યા છે સહુ આવો,
આવો, આવો, આવો પ્રભુ આવો... આવો

પધારો પધારો હે રાજ સીમંધર સ્વામી (2)
સીમંધર સ્વામી, સીમંધર સ્વામી (2)
પધારો પધારો હે રાજ સીમંધર સ્વામી
પધારો... પધારો...
પધારો હે રાજ... પધારો
પધારો પધારો હે રાજ સીમંધર સ્વામી (2)
હે રાજ સીમંધર સ્વામી (3)
...more
View all episodesView all episodes
Download on the App Store

Dada BhagwanBy Dada Bhagwan