Uday Bhayani

પરમ પુજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજ ગુરુદેવની માનસિક પુજા….


Listen Later

હે પરમ પુજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજ ! હું અબુધ – અજ્ઞાની બાળક છું. હું આપના શરણે છું. આપ મારા હ્રદયકમળ પર બિરાજમાન છો. હું આપની સેવા કરું છું. જલથી પગ પખાળું, પંચામૃતથી પગ પખાળું, ફરી જલથી પગ પખાળી, સ્વચ્છ કરી, બાજોઠ પર પધરાવી, અબીલ-ગુલાલ-કંકુ-ચોખા-ચંદનથી પુજન કરી, ફુલ ધરાવું છું. ચરણ સ્પર્શ કરી, ચરણામૃત લઇ, સામગ્રી ધરાવી, આરતી ઉતારું છું.
જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય જય ગુરુદેવ, જય જય ગુરુદેવ
ગુરુબ્રહ્મા, ગુરુ વિષ્ણું, ગુરુદેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:
આરતી ઉતાર્યાબાદ ઋતુ અનુસાર - સ્વાસ્થયપ્રદ અને ભાવ્ય સામગ્રી ધરાવી, પ્રાર્થના કરું છું. હે કૃપાળુ વિશ્વંભરદાસજી મહારાજ, હું અબુધ, અજ્ઞાની, કામી અને પામર મનુષ્ય છું. હું આપના શરણે છું. આપ મારો ઉધ્ધાર કરો, ઉધ્ધાર કરો, ઉધ્ધાર કરો. મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. મારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. મને સદબુધ્ધી, સદભાવના, સદવિચાર આપો. મારી દુર્બુધ્ધિ અને વિકારો કાપો. માતા-પીતાની સેવા કરી શકું તેવી શક્તિ અને કૃપા કરો. આપની ભક્તિ આપો. સુખ-સંપતિ,સમૃધ્ધિ, સંતતિ અને શાંતિ આપો. વિદ્યા, વિનમ્રતા અને સારુ સ્વાસ્થય આપો. હું અબુધ અજ્ઞાની બાળક, આપના ચરણોમાં ફુલની જેમ સમર્પિત થાઉં છું, મારું જીવન ફુલ જેવું નિર્મળ, સુવાસિત અને પરોપકારી બનાવો.
લોકા: સમસ્તા: સુખિનો ભવન્તુ, લોકા: સમસ્તા: સુખિનો ભવન્તુ, લોકા: સમસ્તા: સુખિનો ભવન્તુ.
:: શ્રી રામ જય રામ જય જય રામ ::
...more
View all episodesView all episodes
Download on the App Store

Uday BhayaniBy Uday Bhayani