Kishan An Educator and Motivational Speaker .........

Season: 2: Episode: 12 : ગોતું છું


Listen Later

ગોતું છું

વીતી ગયેલો સમય ગોતું છું .

ખોવાયેલું બાળપણ ગોતું છું .

ખબર નથી મને , મને શું ગમે,

લોકોના ગમા - અણગમા ગોતું છું .

એ કાલી - ધેલી કુમળી ક્ષણો ને ,

વોટ્સ અપ - ફેસ બુકમાં ગોતું છું .

આજને કરી આંખ આડા કાન ,

રોજ આવતી કાલને ગોતું  છું .

ભૂલી દોસ્તી ના ધબકાર ,

પિત્તળ સંબંધના રણકાર ગોતું છું .

ઓઢી ભર બપ્પોર નો છાંયડો ,

સમી સાંજે નો તડકો ગોતું છું .

તારું - મારું જ્યાં સહીયારું હતું ,

એ દોસ્ત ના ખભે શાતા ગોતું છું .

વ્યવહાર નહીં સ્વભાવ ગોતું છું ,

દાવપેચ વિનાનું ખડખડાટ

હાસ્ય ગોતું છું

...more
View all episodesView all episodes
Download on the App Store

Kishan An Educator and Motivational Speaker .........By Kishan (A Name of Lord Krishna)