‘મેં અનુભવ્યું કે જીવનનાં દરેક પાસાંને ઈન્ટરનેટ પર શેર ન કરવા છતાં મારું એક અલગ અસ્તિત્વ છે. હું બહુ ખુશ રહ્યો એ પચીસ દિવસમાં.’
બારાટંડે થર્સ્ટને
Aaપણાંમાંથી મોટાભાગનાં લોકો અવારનવાર કહે છે કે સોશિયલ મીડિયાથી સમય વેડફાય છે. તેમ છતાં એનાથી સંપૂર્ણ દૂર તો કોઈ રહી શકતું નથી.
આના પરથી યાદ આવ્યું કે લેખક અને ડિજિટલ મીડિયા સલાહકાર બારાટંડે થર્સ્ટને 2013માં એક પ્રયોગ શરૂ કરેલો. તેમણે એવું નક્કી કર્યું કે આગામી પચીસ દિવસો સુધી પોતે ઓનલાઈન લાઈફથી દૂર રહેશે. એટલે કે સોશિયલ મીડિયા કે ઈમેલનો બિલકુલ ઉપયોગ નહીં કરે. થર્સ્ટનને જોકે આ બ્રેકની બહુ જરૂર હતી. તેમના મિત્રો તેમને ‘દુનિયાની સૌથી વધુ કનેક્ટેડ વ્યક્તિ’ કહેતા હતા. થર્સ્ટન પોતે પણ કહે છે કે તે જીમેલના માધ્યમથી 59 હજાર કરતાં પણ વધુ વાર વાત કરી ચૂક્યા હતા. આ પ્રયોગ શરૂ કરતાં પહેલાં તેઓ એક વર્ષની અંદર પોતાની સોશિયલ મીડિયા વોલ પર લગભગ પંદરસો પોસ્ટ કરી ચૂકેલા. થર્સ્ટનનું કહેવું છે, ‘હું સખત થાકી ગયો હતો. મારી એનર્જી ખતમ થઈ ગઈ હતી અને મારી હિંમત પણ જવાબ દઈ ચૂકી હતી.’ તેમણે ફાસ્ટ કંપની નામના મેગેઝિનમાં આના વિશે લેખ લખેલો. એમાં થર્સ્ટને ખુલાસો કર્યો, ‘ઈન્ટરનેટ વગરનું જીવન જીવવામાં મને બહુ તકલીફ નહોતી પડી. પહેલું જ અઠવાડિયું પૂરું થતાં થતાં મને એવું જરાય ન લાગ્યું કે હું કંટાળી ગયો છું કે મારો સમય પસાર થઈ રહ્યો નથી. નવી નવી બાબતો વિશે હું જાણી નથી શકતો એવો મારો તણાવ સાવ દૂર થઈ ગયો હતો