ઓનલાઇન ગૂંચળું...... લીલું ટપકું...... એટલે તમારી ભાષામાં કહું તો ઓનલાઇન પ્રેમ...... Online પ્રેમ...
તારા "Typing..."પર, હરખથી થર થર કાંપતી મારી આંગળીઓ..
તારા "New Profile Pic"ને.. કલાકો સુધી..
એકીટશે નિહાળતી મારી આંખોની પાંપણો
વાતચીત કરવાની અગણિત ઇચ્છાઓ વચ્ચે,"Online" હોવા છતાં ચીસો પાડતી નીરવતા.....
જરાક અમથા "Notfication" ની
ટન ટન થતી ઘંટડીઓ પર ફોન પકડીને બેસી રહેવુ...
કેમ છે? પુછવા પર.."I am fine" લખવું,
લખી ને ભુસવુ,ભૂંસી ને પાછુ લખવું....
એ "Draft" મા પડેલી ન કહેવાયેલી અરજીઓ..
તારું નામ સાંભળીને ધડકનોનું વધી જવું....
અનંત કલાકો સુધી ચાલનારી "Chat".....
."Hmm" અને "K" નૉ અવિરત પ્રવાહ....
"Call" આવવા પર પાગલ થઈ જવું,
આલતુ.. ફાલતુ..બકવાસ કરી..મનમાં ને મનમાં
નાના બાળકની જેમ ખુશ થવુ....
મનની વાત વાત તરત જ કરવા માટે
"Last Seen" જોઇને થતી બેચેની....
chat ની વચ્ચે આવતો network problem.......
મોડી રાત સુધી ચાલનારી આપણી વાતો....
નાની અમથી વાત માં Sorry sorry નો ઢગલો...
આવેલ reply જોઈને ચહેરાનો મલકાટ....
Inbox માં જૂની પડેલી chat ને ફરીથી વારંવાર વગોળવી
સવારે સૌથી પહેલાં જાગીને "DM" માં તારો
"MSg" જોવો..
વહેલી સવારનું "Good Morning"અને મોડી રાતનું
"Good Night".....