“આનંદનું વર્તુળ જો... આનંદનું વર્તુળ જો.”
અંતરને અજવાળીએ, જીવન ઝગમગાવીએ,
આનંદના વર્તુળનું આવો ‘મહાવર્તુળ’ બનાવીએ.
અંતરા-1
મૃગજળના આભાસી સુખો પાછળ બહુ દોડ્યા હવે,
હસતાં રમતાં મહોરા પહેરી, છાનું બહુ રડ્યા હવે,
છાનું બહુ રડ્યા હવે.
રેતીના રમકડાં રમવા, જીવતર ના ઓગાળીએ;
પળના પરપોટાને ખાતર, સાગર ના ગુમાવીએ.
અંતરને અજવાળીએ, જીવન ઝગમગાવીએ,
આનંદના વર્તુળનું આવો ‘મહાવર્તુળ’ બનાવીએ.
અંતરા-2
ક્લેશ કષાયોની ભરતીમાં, આનંદની છે ઓટ બધે,
અણસમજણના અંધારામાં, ખાધી ઊંડી ચોટ બધે,
અંદરનો પૂંજો વાળીને, અજવાળું પ્રગટાવીએ;
કિતાબ જીવનની ખોલીને, નવું મથાળું બાંધીએ;
અંતરને અજવાળીએ, જીવન ઝગમગાવીએ,
આનંદના વર્તુળનું આવો ‘મહાવર્તુળ’ બનાવીએ.
અંતરા-3
રોકડ મુક્તિ મળી મફતમાં, સમજી લો કિંમત હવે,
ચૌદ લોકનો નાથ છે માથે, હારો ના હિંમત હવે.
તકલાદી આધારો છોડી, નક્કર હાથને ઝાલીએ;
ઊંચા-નીચા વમળો ભેદી, કિનારાને આંબીએ;
અંતરને અજવાળીએ, જીવન ઝગમગાવીએ,
આનંદના વર્તુળનું આવો ‘મહાવર્તુળ’ બનાવીએ.
આનંદનું વર્તુળ જો... આનંદનું વર્તુળ જો.
આનંદનું વર્તુળ જો... આનંદનું વર્તુળ જો.
“Anandnu Vartul Jo... Anandnu Vartul Jo.”
Antarne Ajvaliye, Jivan Zagamgavie,
Anandna Vartulnu Aavo ‘Mahavartul’ Banaviye.
Antara – 1
Mrigjalna Aabhasi Sukho Pachhal Bahu Dodya Have,
Hasata Ramta Mahora Paheri, Chhanu Bahu Radya Have,
Chhanu Bahu Radya Have.
Reti na Ramakada Ramva, Jivtar Na Ogaliye;
Palna Parpotane Khatir, Sagar Na Gumaviye.
Antarne Ajvaliye, Jivan Zagamgavie,
Anandna Vartulnu Aavo ‘Mahavartul’ Banaviye.
Antara – 2
Klesh Kashayoni Bhartima, Anandni Chhe Ot Badhe,
Anasamajanna Andharama, Khadhi Undi Chot Badhe,
Andarno Punjo Valine, Ajvalu Pragटaviye;
Kitab Jivanni Kholine, Navu Mathalu Bandhiye;
Antarne Ajvaliye, Jivan Zagamgavie,
Anandna Vartulnu Aavo ‘Mahavartul’ Banaviye.
Antara – 3
Rokad Mukti Mali Mafatma, Samji Lo Kimmat Have,
Chaud Lokno Nath Chhe Mathe, Haro Na Himmat Have.
Takladi Aadharo Chhodi, Nakkar Hathne Jhaliye;
Uncha-Nicha Vamalo Bhedi, Kinarane Aambiye;
Antarne Ajvaliye, Jivan Zagamgavie,
Anandna Vartulnu Aavo ‘Mahavartul’ Banaviye.
“Anandnu Vartul Jo... Anandnu Vartul Jo.”
“Anandnu Vartul Jo... Anandnu Vartul Jo.”