ગુરુપૂર્ણિમા છે દાદાની… (ગુરુપૂર્ણિમા-2026) (USA)
લોકાલોકે જાગી પુણ્યૈ, ત્યારે દાદા ચરણ-રજ પાઈ,
યુગ આખાને ફેરવનારી, સ્વયં-પ્રકાશક આ જ્યોતિ!
કલ્પે-કલ્પે જે પુષ્પ ખીલે, માણી આ ભવમાં તે લ્હાણી,
આ પ્રેમ-અવતારની ફોરમ, રૂંવે-રૂંવામાં સમાણી!... ગુરુપૂર્ણિમા…
ગુરુપૂર્ણિમા છે દાદાની, અહો! કળીકાળે ઝળહળ જ્યોતિ!
સહુ આશ્ચર્યોમાં સર્વોત્તમ, સાક્ષાત ભુવન પર સિદ્ધ મુનિ!! (2)
ક્રિયા કરત હૈ ધરત હૈ મમતા, યહી ગલે મેં ફાંસી,
દાદે દીધી મુક્તિમાળા, 'હું' ને 'મારું' મુકાવી! (2)
ક્રિયામાત્ર કુદરતી રચના, ઉદયાધીન ભમરડા ફરતા,
આજ્ઞાધીનની સુણો પ્રાર્થના, રહીએ પદ અકર્તામાં!
અવસ્થિતનું થાય વ્યવસ્થિત, પુરુષાર્થ બને પ્રારબ્ધ કરમ,
પુદ્દગલની રમતસમ દુનિયામાં, છે ન્યાયસ્વરૂપ પરમાણું પ્રપંચ! ... ગુરુપૂર્ણિમા…
ગુરુપૂર્ણિમા છે દાદાની, અહો કળીકાળે ઝળહળ જ્યોતિ!
સહુ આશ્ચર્યોમાં સર્વોત્તમ, સાક્ષાત ભુવન પર સિદ્ધ મુનિ!! (2)
અમેરિકામાં આપને નીરખી, દાદા ઠરે નયન અમારા,
અભેદી જ્ઞાન-સુરજથી ભાંગે, ‘હું’-’તું’ ભેદ-અંધારા! (2)
સર્વપ્રકાશક, સૂક્ષ્મતમા હે, કેવળને સ્પર્શેલા જ્ઞાની,
આર-પાર જે, જોઈ શકે તે, સત્તાધીશ અંતર્યામી!
જે દર્શનમાં ત્રૈલોક સમાય , એકેક પરમાણુ પ્રકાશિત થાય,
અરીહંતોનો જે હૃદય નિધિ, છે પ્રાપ્ય સહજમાં દાદાથી!... ગુરુપૂર્ણિમા…
ગુરુપૂર્ણિમા છે દાદાની, અહો કળીકાળે ઝળહળ જ્યોતિ!
સહુ આશ્ચર્યોમાં સર્વોત્તમ, સાક્ષાત ભુવન પર સિદ્ધ મુનિ!!
સર્વપ્રકાશક, સૂક્ષ્મતમા હે…
કેવળને સ્પર્શેલા અક્રમ જ્ઞાની,
આર-પાર જે, જોઈ શકે તે,
સત્તાધીશ દાદા અંતર્યામી! (2)
ગુરુપૂર્ણિમા છે દાદાની, અહો કળીકાળે ઝળહળ જ્યોતિ!
સહુ આશ્ચર્યોમાં સર્વોત્તમ, સાક્ષાત ભુવન પર સિદ્ધ મુનિ!! (2)
ગુરુપૂર્ણિમા છે દાદાની…