સૃષ્ટિ એટલે વિકારી પંચમહાભૂતોનો પ્રપંચ. જેવી રીતે આકાશ, વાયુ, તેજ, અમ્બ અને પૃથ્વી એમ પાંચ તત્ત્વનાં અનેક પ્રકારે ભેગાં થવાથી અને પરિવર્તન થવાથી સૃષ્ટિનું સર્જન થાય છે એ જ રીતે કફ, પિત્ત અને વાયુ એ ત્રણથી જ શરીરનાં સંભવ, સ્થિતિ અને વિલયનું કારણ બને છે.