FAQs about Kutoohal:How many episodes does Kutoohal have?The podcast currently has 16 episodes available.
October 09, 2021દેવ અને દોષસૃષ્ટિ એટલે વિકારી પંચમહાભૂતોનો પ્રપંચ. જેવી રીતે આકાશ, વાયુ, તેજ, અમ્બ અને પૃથ્વી એમ પાંચ તત્ત્વનાં અનેક પ્રકારે ભેગાં થવાથી અને પરિવર્તન થવાથી સૃષ્ટિનું સર્જન થાય છે એ જ રીતે કફ, પિત્ત અને વાયુ એ ત્રણથી જ શરીરનાં સંભવ, સ્થિતિ અને વિલયનું કારણ બને છે....more8minPlay
October 01, 2021રોગશૂન્ય અને શાંતિ એપીસોડમાં જાણ્યું એ પ્રમાણે બે વિરુદ્ધ પરિબળોનું સરખાં પ્રમાણમાં હોવું એટલે કે સંતુલનમાં હોવું એ શૂન્ય છે. શરીરની વિચિત્ર રચનાના કારણે એને બાહ્ય શત્રુ જેમ કે કાળ અને ઋતુનાં ફેરફાર અને આંતરિક શત્રુ જેમ કે કૃમિ(બેક્ટેરિયા, વાયરસ) બંને મોરચે સતત લડવું પડે છે અને એ માટે એને તમારી સહાયતાની જરૂર પડે છે. યોગ્ય આહાર-વિહારથી તમે શરીરને યોગ્ય સમયે યોગ્ય મદદ કરી સ્વસ્થ રહી શકો છો.રોગ જયારે બહાર દેખાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. રોગનું કારણ, એની વૃદ્ધિ અને વિસ્તાર, એનું સ્વરૂપ અને લક્ષણો વિષે સમજવાં માટે સાંભળો આ એપિસોડ....more12minPlay
August 15, 2021શૂન્ય અને શાંતિજે દેખાય છે તે દ્રવ્યનું વ્યક્ત સ્વરૂપ છે જેનું મૂળભૂત કારણ અવ્યક્ત હોય છે. અવ્યક્તને ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી, યંત્રથી માપ શકાતું નથી. તે નથી તેમ છતાં સર્વત્ર છે. તે ખાલી છે છતાં પૂર્ણ છે. અવ્યક્તની અનુભૂતિ એ જ શાંતિ છે. આવાં અવ્યક્તને માત્ર મનથી પામી શકાય છે. એ જ એકમાત્ર સાધન છે. વાત કરીશું મનની વિવિધ અવસ્થા અને પરમ શૂન્યમય સ્વરૂપ વિષે....more11minPlay
August 04, 2021નય અને ન્યાયકોઈ દ્રવ્ય સારું કે ખરાબ હોતું નથી. એનાં સારાં પાસાઓ સારા જ છે એનો નિશ્ચય કેવી રીતે થાય? વસ્તુનું સાચું સ્વરૂપ કેવી રીતે નક્કી કરી શકાય? શું પૂર્ણ રીતે સમજવા માટે બહુ જ સમય આપવો પડે? આજનાં સમયમાં માહિતી વધુ હોવા છતાં, એનાં મિથ્યા તારણો કેમ વધુ પ્રચલિત છે? આપણને જે સાચું, સીધું અને સ્પષ્ટ લાગતું હોય તે બીજાને કેમ સમજાતું કે દેખાતું નથી? સંવાદના બદલે મતભેદ તીવ્ર થઇ વધુ પડતા વાદ-વિવાદ કેમ થાય છે?...more9minPlay
July 27, 2021સ્પંદન અને સરણપ્રાણ અને લોહી વચ્ચેનો સંબંધ અતૂટ છે. પ્રાણવાયુને ધારણ કરતુ હોવાથી રક્ત જીવનીય કહેવાય છે. પણ જયારે તેમાં દોષ ભળે ત્યારે એ બગાડીને શરીરની બધી જ ધાતુઓને બગાડે છે અને અનેક રોગોને જન્મ આપે છે....more10minPlay
July 15, 2021રસરસ એ સર્વ ધાતુઓનું મૂળ છે. ઉત્તમ રસ જ થી ઉત્તમ શરીરનું નિર્માણ થાય છે. પૂર્ણ રીતે ના પાકેલો અથવા દૂષિત થયેલો રસ ઘણાં રોગો ઉત્ત્પન્ન કરી શરીરને ભાંગે છે અને આયુનો નાશ કરે છે....more8minPlay
May 14, 2021સૂર્યનમસ્કાર: સંપૂર્ણં વ્યાયામસૂર્યપ્રકાશ ચારે બાજુ ફેલાઈ જતાં જીવજગત જાગે છે તે જ રીતે અંગો ખેંચાતા લોહીનું પરિભ્રમણ થતાં શરીર પણ સાચા અર્થમાં જાગે છે....more6minPlay
May 05, 2021પ્રાણનો પ્રવાહશ્વાસોશ્વાસની નિયમિત અને લયબદ્ધ ગતિ એ ઉર્જા સ્વરૂપ પ્રાણનાં નિરંતર પ્રવાહ માટે જરૂરી છે. એ વિનાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ નિયમિત ગતિને કેવી રીતે જાળવી શકાય તે સાંભળો આ એપિસોડમાં....more8minPlay
April 10, 2021ચૈત્ર નવરાત્રિ: આયુર્વેદ અને અધ્યાતમઅમુક સમયે માટલું કે પાણીની ટાંકી ખાલી કરી સૂકવવી પડે છે તેમ શરીરને પણ ધાન્ય અને ભારે પદાર્થોનો ત્યાગ કરી સ્વચ્છ કરવું પડે છે.ચૈત્ર માસમાં વધેલા પિત્તનું શમન કરી, ઉપવાસ અથવા સાત્ત્વિક અન્ન જ લઇ કેવી રીતે શુદ્ધિકરણ કરશો?...more5minPlay
April 08, 2021વસંતમાં વમનવમન ક્રિયા 3 રીતે થઇ શકે છે: કુંજલ ક્રિયા, વ્યાઘ્ર ક્રિયા, ગજ કર્મ ક્રિયા. આ ક્રિયા દ્વારા કફનો નિકાલ કરી કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ જાળવી શકાય?...more6minPlay
FAQs about Kutoohal:How many episodes does Kutoohal have?The podcast currently has 16 episodes available.