કોઈ દ્રવ્ય સારું કે ખરાબ હોતું નથી. એનાં સારાં પાસાઓ સારા જ છે એનો નિશ્ચય કેવી રીતે થાય? વસ્તુનું સાચું સ્વરૂપ કેવી રીતે નક્કી કરી શકાય? શું પૂર્ણ રીતે સમજવા માટે બહુ જ સમય આપવો પડે? આજનાં સમયમાં માહિતી વધુ હોવા છતાં, એનાં મિથ્યા તારણો કેમ વધુ પ્રચલિત છે? આપણને જે સાચું, સીધું અને સ્પષ્ટ લાગતું હોય તે બીજાને કેમ સમજાતું કે દેખાતું નથી? સંવાદના બદલે મતભેદ તીવ્ર થઇ વધુ પડતા વાદ-વિવાદ કેમ થાય છે?