જે દેખાય છે તે દ્રવ્યનું વ્યક્ત સ્વરૂપ છે જેનું મૂળભૂત કારણ અવ્યક્ત હોય છે. અવ્યક્તને ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી, યંત્રથી માપ શકાતું નથી. તે નથી તેમ છતાં સર્વત્ર છે. તે ખાલી છે છતાં પૂર્ણ છે. અવ્યક્તની અનુભૂતિ એ જ શાંતિ છે. આવાં અવ્યક્તને માત્ર મનથી પામી શકાય છે. એ જ એકમાત્ર સાધન છે. વાત કરીશું મનની વિવિધ અવસ્થા અને પરમ શૂન્યમય સ્વરૂપ વિષે.