શૂન્ય અને શાંતિ એપીસોડમાં જાણ્યું એ પ્રમાણે બે વિરુદ્ધ પરિબળોનું સરખાં પ્રમાણમાં હોવું એટલે કે સંતુલનમાં હોવું એ શૂન્ય છે. શરીરની વિચિત્ર રચનાના કારણે એને બાહ્ય શત્રુ જેમ કે કાળ અને ઋતુનાં ફેરફાર અને આંતરિક શત્રુ જેમ કે કૃમિ(બેક્ટેરિયા, વાયરસ) બંને મોરચે સતત લડવું પડે છે અને એ માટે એને તમારી સહાયતાની જરૂર પડે છે. યોગ્ય આહાર-વિહારથી તમે શરીરને યોગ્ય સમયે યોગ્ય મદદ કરી સ્વસ્થ રહી શકો છો.
રોગ જયારે બહાર દેખાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. રોગનું કારણ, એની વૃદ્ધિ અને વિસ્તાર, એનું સ્વરૂપ અને લક્ષણો વિષે સમજવાં માટે સાંભળો આ એપિસોડ.