Jayesh Thakrar Official

Jayesh Thakrar Official

By jayesh thakrarNews
Download on the App Store

Jayesh Thakrar Official episodes

  • કુંદનિકા કાપડિયા || લેખિકાનો પરિચય | JAYESH THAKRAR

    કુન્દનિકા કાપડિયા એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા.તેમનો જન્મ જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો.  તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.  તેમણે તેમના પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી યાત્રિક અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી નવનીતનાં સંપાદક પણ રહી ચુક્યા છે. ૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ નંદીગ્રામ ખાતે તેમનું અવસાન થયું હતું. તેમને મુખ્યત્વે ભારતના ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર અને બહારના દેશોના શેક્સપિયર અને ઈબ્સનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું તેઓ જણાવે છે. આ લેખકોના વાંચનથી એમની સાહિત્ય દ્વારા કશુંક યોગદાન આપવાની ભાવના ઘડાઈ. ‘સ્નેહધન’ તેમનું તખલ્લુસ હતું. એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. જન્મભૂમિ પત્રએ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં આ વાર્તા પુરસ્કૃત થયેલી. એમના વાર્તાસંગ્રહોમાં પ્રેમનાં આંસુ (૧૯૫૪) તથા વધુ ને વધુ સુંદર (૧૯૬૮), કાગળની હોડી (૧૯૭૮) અને જવા દઈશું તમને (૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.  એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી પરોઢ થતાં પહેલાં (૧૯૬૮)' જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરુપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. અગનપિપાસા (૧૯૭૨) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે. સાત પગલાં આકાશમાં (૧૯૮૪)' નામની એમની બહુચર્ચિત દીર્ધનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે.  એમણે છ જેટલા અનુવાદ આપ્યા છેઃ લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ વસંત આવશે (૧૯૬૨) મેરી એલન ચેઝના જીવનના-ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષમાવાળો અનુવાદ દિલભર મૈત્રી (૧૯૬૩) અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસવર્ણનનો અનુવાદ પૂર્ણકુંભ (૧૯૭૭), ઉપરાંત એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ દ્વાર અને દીવાલ (૧૯૫૫), પ્રાર્થનાસંકલન પરમસમીપે (૧૯૮૨) પણ નોંધપાત્ર છે.  સાત પગલાં આકાશમાં (૧૯૮૪) : સ્ત્રી અને પુરુષો વચ્ચેના સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી, કુંદનિકા કાપડિયાની નવલકથા, કેટલીક સત્ય ઘટનાઓ અને મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. અહીં પ્રયોજાયેલું શીર્ષક લાક્ષણિક છે. સાત પગલાં દ્વારા સપ્તપદી-લગ્નજીવનનું વ્યવધાન સુચવાય છે, તો ‘આકાશ’ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સુચવાય છે. પરંતુ આ વાત ઉપસાવવા જતાં નાયિકા વસુધાની પડછે વ્યોમેશના પાત્રને સભાનપણે એક પક્ષી, કુંઠિત અને સ્ત્રીઓને અન્યાય કરનારા પુરુષોના પ્રતિંનિધિ જેવું ચીતર્યું છે તેમાં અસંતુલિત આલેખન કળાઈ જાય છે. વળી, ઘણા બધાં પાત્રો અને સમસ્યાઓનું એકસાથે નિરુપણ કરવા જતાં નવલકથાના આકારની સુરેખતા પણ સઘાયેલી નથી અને તેથી આનંદગ્રામની યોજનાની વાસ્તવિકતા સંશય પ્રેરે તેવી છે. આમ છતાં પાત્રોનાં મનોવિશ્લેષણો અને મનોમંથનો કથાને રસપ્રદ બનાવે છે.

    8 min
  • હવેલી સંગીતના સંગીતજ્ઞ અને વલ્લભ સંપ્રદાયના ગોકુલોત્સવજીની જીએસટીવી સાથેની ખાસ મુલાકાત

    હવેલી સંગીતના સંગીતજ્ઞ અને વલ્લભ સંપ્રદાયના ગોકુલોત્સવજીની જીએસટીવી સાથેની ખાસ મુલાકાત

    https://www.youtube.com/watch?v=_sF3_EUXsSE&feature=youtu.be

    3 min
  • યાદગાર મુલાકાત || કવિશ્રી રમેશભાઈ પારેખના અમૃત પર્વ પર તેમના પત્ની અને પુત્ર સાથે || જયેશ ઠકરાર

    યાદગાર મુલાકાત || કવિશ્રી રમેશભાઈ પારેખના અમૃત પર્વ પર તેમના પત્ની અને પુત્ર સાથે || જયેશ ઠકરાર

    11 min
  • વિરાટની વિશ્વવિક્રમી વાતો | જયેશ ઠકરાર | 2020

    The Grand old lady: બેબસ સંતાનોએ બુઝુર્ગ જનેતાને જીવતેજીવ આપી અંતિમ વિદાય પૃથ્વીની 27 પરિક્રમા જેટલી દરિયાઈ સફર કરનાર વિશ્વના oldest serving યુદ્ધજહાજે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ  જ્યારે અંતિમ સફર માટે પ્રયાણ કર્યું ત્યારે સમુદ્રના આ સિકંદરની તકદીર જોઈ દરિયો પણ ડૂસકે ચડ્યો...જેમાં 1500 નૌસૈનિકો રહેતા હતા તેવા ઇન્ડિયન નેવલ શીપના આ તરતી ટાઉનશીપ જેવા ઐતિહાસિક યુદ્ધજહાજની કીર્તિ અને કરુણતાને નિહાળો..https://www.youtube.com/watch?v=VJQTnKJGfQI&t=167s

    SHOW LESSAfter evaluating vessels from several countries, the Indian Navy purchased the vessel in April 1986 and gave her an extensive refit at Devonport Dockyard in Plymouth, England, to allow for continued carrier operations into the next decade. New fire control equipment, navigation radars, improved NBC protection, and deck landing aids were installed in this refit. Boilers were converted to operate on distillate fuel.  India Today in 1988 reported that then Prime Minister Rajiv Gandhi went to the Bangaram Atoll in Lakshadweep on a holiday with his family and other prominent politicians and media persons on board the INS Viraat.The allegation has been refuted by a retired Indian Navy officer, Retired Commodore Ajay Chitnis, who was involved in planning former Prime Minister Rajiv Gandhi's 1987 Lakshadweep trip.  In September 1993, the engine room of the ship was flooded, putting the vessel out of service for several months. The vessel was back in service in 1995 and was fitted with a new search radar. Between July 1999 and April 2001, the ship completed another life-extension refit expected to extend her serviceability until 2010. This refit upgraded propulsion systems, added a package of sensors to sound emergency alerts and introduced modern communication systems. In addition, a long-range surveillance radar, weapon systems, and a new hangar with fire curtains were installed.  The ship underwent a fourth refit in Indian service from January to August 2009 at Cochin Shipyard, Kochi. The refit was expected to ensure her continued service in the Indian Navy until 2015, and the ship went through exercises in the Arabian Sea for a month and a half before being deployed to the Gulf of Aden.Navy officers later reported that the carrier might be kept in service until 2020, as two Indigenous Aircraft Carriers (IACs) seemed likely to be fully operational by then.On 12 July 2011, the ship arrived at Cochin shipyard for a short refit scheduled to be completed in two months and it was repainted. Indian Navy indicated that the ship could remain in service until 2020, provided that there are still Sea Harriers available for ship-borne operations.  On 2 November 2012, the ship arrived in Kochi for the first part of a major two-phase refit. In the first phase, the hull was cleaned, probed for corrosion, worn hull plates were reinforced and received a fresh coat of corrosion-resistant paint.The carrier sailed to Mumbai for further upgrades to her machinery before rejoining the fleet in the summer of 2013. The refit would enable her to serve through 2016 and was the final major refit before her decommissioning.In August–September 2015, the ship underwent a short refit to reinforce her hull and inspection before her participation in the International Fleet Review in February 2016.




    7 min
  • દિલ તો બચ્ચા હૈ જી | વર્લ્ડ હાર્ટ ડે | જયેશ ઠકરાર | ૨૦૨૦

    SHOW LESSદિલ તો બચ્ચા હૈ જી | વર્લ્ડ હાર્ટ ડે | જયેશ ઠકરાર | ૨૦૨૦ Cardiovascular diseases (CVDs) take the lives of 17.9 million people every year, 31% of all global deaths. Triggering these diseases – which manifest primarily as heart attacks and strokes – are tobacco use, unhealthy diet, physical inactivity and the harmful use of alcohol. These in turn show up in people as raised blood pressure, elevated blood glucose and overweight and obesity, risks detrimental to good heart health.  Through the Global Hearts Initiative, WHO is supporting governments around the world to scale-up efforts on CVD prevention and control through three technical packages: MPOWER for tobacco control, SHAKE for salt reduction and HEARTS for the strengthening of CVD management in primary health care. Launched in September 2016, the Global Hearts Initiative has since been rolled out in a number of countries. In those settings health workers are being trained to better deliver tested and affordable measures to protect people from CVDs and help them to recover following a heart attack or stroke. A new global initiative - Resolve to Save Lives - will give renewed impetus to these efforts.



    7 min

About Jayesh Thakrar Official

From the publisher's feed

Jayesh Thakrar Official