
Sign up to save your podcasts
Or


આગલા જન્મમાં જે લોકોને પોતાના કર્મોને લીધે રાક્ષસ રૂપ મળ્યું હતું તેમાના કેટલાક નો ઉદ્ધાર શ્રીકૃષ્ણ પોતાના બાળ સ્વરૂપમાં કરે છે. આજના અધ્યાયમાં આપણે શકટ અને તૃણાવર્તના ઉદ્ધાર ની વાત સાંભળવી છે.
કંસે આપેલી આજ્ઞા પ્રમાણે રાક્ષસી પૂતના બાળકો ના પ્રાણ હરી રહી છે. જ્યારે તે વ્રજમાં શ્રીકૃષ્ણના પ્રાણ હરવા માટે વ્રજમાં આવે છે ત્યારે એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ લે છે. શ્રીકૃષ્ણ તેને પારખી જાય છે. ત્યારબાદ જ્યારે પૂતના તેમને સ્તનપાન કરાવવા નો પ્રયત્ન કરે છે ત્યારે રુદ્ર ની સાથે રહીને શ્રીકૃષ્ણ તેનો જીવ લઇ લે છે. આ પૂતના કોણ છે અને શ્રી કૃષ્ણે તેનો ઉદ્ધાર કેમ કર્યો તેના વિશે આજના અધ્યાયમાં આપણે જાણીશું.
આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણના જન્મનો મહોત્સવ જે વ્રજ ગામમાં ઉજવાઈ રહ્યો છે તેના વિશે સાંભળીશું. ત્યારબાદ આપણે નંદજી અને વસુદેવજી ની મથુરા માં થયેલી મુલાકાત અને વસુદેવજી એ નંદબાવાને આપેલી સલાહ વિશે જાણીશું.
વસુદેવજી ના પાછા આવતા જ કારાગારના બધા દ્વાર બંધ થઈ જાય છે. ત્યારબાદ કંસને સૂચના મળે છે કે દેવકીના આઠમા પૂત્ર નું આગમન થઇ ચૂક્યું છે. કંસ એ પુત્રીને દેવકી પાસેથી ઝૂંટવી લઇને તેને પથરા પર પછાડે છે. તે સમયે બાળકમાંથી શ્રી દેવી પ્રગટ થઈને કંસને એ જણાવે છે કે તારા મૃત્યુ નો આધાર એવો બાળક બીજા કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે. કંસ આ સાંભળીને પોતે આપેલી પીડા માટે અને વસુદેવ અને દેવકી ને કરેલા અન્યાય માટે માફી માગે છે. પણ જ્યારે તે પોતાના મંત્રીઓને મળે છે ત્યારે તે મંત્રીઓ એને બ્રાહ્મણો અને બાળકોનો સંહાર કરવા માટેની સલાહ આપે છે.
વસુદેવજી ની સ્તુતિ સાંભળ્યા બાદ માતા દેવકી પણ ભગવાન શ્રીકૃષ્ણની ખુબ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ સાંભળ્યા બાદ ભગવાન પિતા વસુદેવ અને માતા દેવકીને એમના પૂર્વજન્મ, અને પોતાના આપેલા વરદાન વિશેની જાણ કરે છે .ત્યારબાદ વસુદેવજી ભગવાન શ્રીકૃષ્ણને છાબડીમાં મૂકીને યમુના પાર નંદ ગામમાં સુતેલા માતા યશોદા પાસે મૂકી આવે છે.
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય વિશે ની વાત કરીશું. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે, દેવકીના ગર્ભમાંથી, ત્યારે રોહીણી નક્ષત્ર હતું અને જગત સૌમ્ય થઈ જાય છે. વસુદેવજી આ અદભુત બાળકને જોઈને ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે.
દેવકી ના સાતમા પુત્ર તરીકે શેષજી પધારે છે. ભગવાનશ્રી વિષ્ણુની આજ્ઞાથી યોગમાયા આ બાળકને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી રહ્યા દે છે. જ્યારે બધા દેવતાઓને ખ્યાલ આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુ હવે દેવકીની કોખમાં સ્થાપિત થયા છે, ત્યારે તેઓ કારાવાસમાં આવીને ભગવાન વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરે છે.
દસમા સ્કંધના પહેલા અધ્યાયમાં આપણે પૃથ્વી ના દુખ વિશે સાંભળીશું અને ત્યારબાદ ભગવાને આપેલું આશ્વાસન જાણીશું. આ અધ્યાયમાં આપણે વસુદેવ અને દેવકી ના લગ્ન અને તે સમયે કંસનું સારથી બનવું અને આકાશવાણી દ્વારા કંસ વધ ની વાત જાણીશું. વસુદેવજી ના સમજાવવા પછી પણ કંસ દેવકી અને વાસુદેવને કાળ કોટડીમાં પૂરી રહેશે અને તેમના છ પુત્રોની હત્યા કરે છે.
નવમાં સ્કંધના આ છેલ્લા અધ્યાયમાં આપણે વિધર્ભના વંશ વિષે જાણીશું. આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિષેની કથાનો પ્રારંભ પણ કરીશું.
આજના અધ્યાયમાં આપણે અનુ, દ્રુહુ, તુર્વસુ અને યદુવંશના રાજાઓ વિષે જાણીશું.
From the publisher's feed

19,223 Listeners