કોઈ પણ દ્રવ્ય સારું કે નરસું હોતું નથી. દ્રવ્યનાં પર્યાય અનુસાર એનો પ્રભાવ ભિન્ન હોય છે. ખાંડ, સાકર અને ગોળ એ શેરડીમાંથી બનેલા છે પણ તેનાં ગુણ અને સ્વભાવ અલગ છે. તેવી જ રીતે ચોકલેટ અને શીરો એ બંનેમાં ખાંડ હોય તો પણ શીરો શ્ઉત્તમ છે કારણકે શીરો પૂર્ણ રીતે પાકેલો છે અને તેથી તે બળ પ્રદાન કરનારો છે.