શરીર અને જીવ એ પરસ્પરનાં આધારે ટકેલાં છે અને તે જ આયુ(જીવન) નો આધાર છે. અયોગ્ય આહાર-વિહારથી એ બન્ને થાકી ચાલતાં તંત્રમાં વિક્ષેપ પડે છે અને અકાળે ઘડપણ આવે છે. લાંબા સમય સુધી ચાલનારી વ્યવસ્થા રોગોનાં ઊંડા મૂળિયાં નાખે છે જે એક વાર પ્રસરી જાય પછી અનેક પ્રકારનાં ઉપદ્રવને જન્મ આપે છે જે બહાર વિવિધ રોગોનાં સ્વરૂપે દેખાય છે.