Icu આમ તો નામ સાંભળતા જ ડર અને થોડી નેગેટિવ વાઈબ્સ આવે ખરી.
પણ આને જોવા નો અલગ નજરિયો પણ છે હા..
ન દિન હૈ ન રાત હૈ
ન કોઈ તન્હા હૈ ન કોઈ સાથ હૈ
જૈસી આંખે વૈસી દુનિયા
ઇતની સી બાત હૈ
એ જ રીતે આ શબ્દ ને એક અવસર તક અને આશા સાથે સાંકળ્યું છે જાણીતા લેખક ડૉ. નિમિત્ત ઓઝાએ..આજે આપણે વાત કરીશું એમની સરસ મજાની બુક ICU સંબંધો નું ઇન્ટેસીવ કેર યુનિટ
હું છું ડૉ. સિદ્ધિ દવે અને આપ જોઈ રહ્યા છો ટોપ નોચ બોસ્ટરિંગ.એટલે કે માત્ર ઉપયોગી માહિતી.
શીર્ષક:
ICU એક પ્રીતિતી છે.સંબંધો ની પ્રતીતિ ,ગમતી વ્યક્તિને મન ભરીને ઉજવી ન શક્યાના અફસોસ ની પ્રતીતિ.
એમ તો બ્રોની વેરે ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈનગ..મરતી વખતે થતા પાંચ રિગ્રેટસમાં એક કહ્યું છે કે હું મારા મિત્રો સાથે સંપર્કમાં ના રહ્યો..એનો વીડિયો આ સાઈડ પરથી જોઈ શકો છો
લોકો અમસ્તા જ icu ને બદનામ કરતા હોય છે.સગાઓને નજીક લાવવાની તાકાત જે icu માં છે,એ તાકાત બીજા કોઈનામાં નથી.icuમાં આવીને શરીરની જ નહીં,પણ સંબંધો ની કદર થવા માંડે છે.
આ પુસ્તકમાં ટોટલ છ વાર્તાઓ છે.અને બધી વાર્તાઓમાં રહેલો લઘુતમ સામાન્ય અવયવ છે ICU.
આ પુસ્તક નો હેતુ રિયલાઈઝેશનનો છે.કોઈપણ વાત કે વ્યક્તિ icuમાં પહોંચ્યા પછી સમજાય એના કરતા icu ની બહાર સમજાય તો પણ એ વ્યક્તિની કદર અનેકગણી વધી જતી હોય છે.
આ બુક ની વિશેષતાઓ:
દરેક ચેપટર્સના નામ મને તો બહુ જ ગમ્યાં.એક ડૉકટરની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો આ છ વાર્તાઓ કે પેશન્ટ એ અલગ અલગ છ કેસ છે જેને ટ્રીટ કરવાના છે.પણ સંબંધો ની દ્રષ્ટિએ જાવ તો
-પહેલી વાર્તા જે છે "એક સેલ્ફી લેવી છે તારી સાથે" જે ટ્રોમાં અને સરેબ્રલ ઇડીમા નો કેસ છે પણ વાર્તા જોવો તો બે મેડિકલ સ્ટુડન્ટસ જે સાથે કોલેજમાં ભણી રહ્યા છે તેમના સંબંધોની વાર્તા છે.
-બીજી વાર્તા થોડી રહસ્યમય છે..સસ્પેનસ વાળી છે "તમારા ફોનનો પાસવર્ડ શુ છે"એ છે અકયુટ એમ આઈ નો કેસ પણ પતિ પત્નીના સબન્ધઓની વાર્તા છે.
-ત્રીજી વાર્તા જે સ્પર્શી જાય એવી ઘરડા પિતાની અને વિદેશમાં રહેતી પુત્રીના સબન્ધની છે.એ વાર્તામાં અમુક અમુક ડાયલોગ્સ તો એટલા સરસ છે કે સ્પર્શી જાય.પિતા એની પુત્રી ને સરસ સમજાવે છે કે જ્યારે તમે તમારા લક્ષ્યની સૌથી નજીક પહોંચી જાવ ત્યારે થાકીને બેસી જવાનું મન થાય છે.એટલે જ્યારે એવું લાગે કે થાકી ગયા છીએ અને હવે નહીં દોડી શકાય ત્યારે માનવું કે ફિનિશીંગ લાઇન નજીક જ છે.
-ચોથી વાર્તા "તારી સાથે વૃદ્ધ થવાની મજા આવી" ઘરડા દંપતી ની વાર્તા છે જેમાં પતિ એની પત્નીને તબિયત થી કહે છે કે તારી સાથે ઘરડા થવાની મજા આવી.
-પાંચમી વાર્તા ક્રોનિક આલ્કોહોલિક લીવર ડીસીઝથી પીડાતા ભાઈની વાર્તા જે સામે છે એને જોઈ શકતા નથી અને એનું મહત્વ સમજી શકતા નથી."પાંચમો પેગ અને છેલ્લી ઈચ્છા"
- છઠ્ઠી વાર્તા બાનું એપેન્ડિક્સ એ લેખક ની નજીક બનેલી સત્યઘટના પર આધારિત છે..
બધી વાર્તાની વિશેષતા એ છે કે એનું વર્ણન બહુ જ માર્મિક છે.સામે બનતી નાની નાની ઘટનાઓ પણ આપણે એને બેધ્યાન પણે જોઈને જાવા દેતા હોય એનું વર્ણન સરસ કર્યું છે.ઉપમા અલનકાર નો સરસ ઉપયોગ કર્યો છે.icu ની દીવાલોને સજીવરોપણ કરીને નિરલજજ કહી છે કે કોઈની ફીલિંગસને જોતી નથી.મેડિકલ ટર્મસને સરસ સમજાવી કે કોઈને પણ સમજ આવી જાય..અને icu માં ના ગયો હોય તોપણ ઇમેગીનેશન થી પહોંચી જાય.
શીખ જીવતે જીવતા સંબંધોને મહત્વ આપવું કે જેથી પાછળથી અફસોસ ના રહે.tell યોર loved once that you love them.
150 રૂપિયા ની આ બુક છે અને 137 પેજ છે.ફોન્ટ સરસ વાપરેલા છે.થોડા મોટા અને છુટ્ટા એટલે વાંચવાની મજા આવે.
icu ની ઇન્ટરનશીપની ડ્યુટી દરમિયાન અનુભવ,
દર્દીના સગાઓની તો મંસ્થિતિ અલગ જ હોય છે.ઘડીએ વડીએ બધું નોર્મલ હોય તોય તમને બોલાવ બોલાવ કરે રાખે..પછી એમાંય જો કોઈ off થયુ અથવા તો છેલ્લે જયારે દર્દીના સગાઓએ નિર્ણય લેવાનો હોય કે દર્દી ને હવે વેન્ટિલેટર કાઢીને મુક્ત કરવું કે નહીં ત્યારે તંગ માહોલ સર્જાય જાય.
ખુશી વાળો માહોલ પણ હોય જયારે વેન્ટિલેટર પર રાખેલ પેશન્ટ મોતને હાથતાળી દઈને પાછું આવતું હોય અને પછી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે.રમુજી માહોલ પણ સર્જાય કારણકે icu માં ઓક્સિજનની જરૂરવાળા ઘણા પેશન્ટ હોય એમાય કોઈ ગામડાનું પેશન્ટ કે એના સગા બીડી પીવે ત્યાં icu માં બધાની જાણ બહાર અને પછી દુભાણા નાની એવી આગ લાગે અને પછી બધા રેસિડેન્ટ ને સ્ટાફ આગ બુઝાવતા હોય.
એકવાર તો અમારે ત્યાં આવી રીતે મોટી આગ લાગી ગયી અને પછી જે બધા દોડ્યા છે લપાટી મારીને..સારૂ કે જાનહાની કોઈ નતી થયી..પણ મોંઘા મશીન આગની લપેતમાં આવી ગયા...
ડૉ. નિમિત્ત ઓઝા વ્યવસાયે યુરોલોજીસ્ટ છે.ભાવનગર ની અંદર ક્લિનિક વૃષ્ટિ ચલાવે છે.તેઓ જે કાંઈ લખે એ વાંચવાની મજા આવી જાય.એમની ફેસબુક પોસ્ટ બધી બહુ સરસ અને પ્રેરણાદાયી હોય છે..આ સિવાય એમની બીજી પણ ઘણી બુક્સ છે
ક્રોમોઝોન XY
વ્હાલી પરીક્ષા
જીંદગી તને થેંક્યુ