આજના આ બુફે યુગના જમાનામાં જમણવારની આપણી જૂની ભાતીગળ પરંપરાઓ વિસરાવા લાગી છે. આ એપિસોડ એવીજ એક વિસરાયેલ પરંપરા વિશે છે જેનું નામ છે પંગત. પંગત પ્રથા આજે પણ ઘણા ગામડાઓમાં તમને જોવા મળી જાય પણ આવનારા અમુક વર્ષોમાં આ પ્રથા જવલ્લે જ જોવા મળશે. સમૂહ જમણવારમાં પ્રેમ ની પરાકાષ્ઠા આ પ્રથામાં આપણે જોઈ શકતા જે આજના જમણવારમાં ભાગ્યેજ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે આ એપિસોડ તમને તમારા બાળપણની યાદ જરૂર અપાવશે.