ગુજરાતી વિકિસ્રોત એ ઓનલાઇન લાયબ્રેરી છે જેમાં કોપીરાઇટ ફ્રી પુસ્તકો મળી રહે છે. આ પુસ્તકો સ્વયંસેવકો દ્વારા પ્રૂફરીડ કરી અપલોડ કરવામાં આવે છે. આ પુસ્તકોનું ધ્વનિમુદ્રણ કરી ઓડિયોબુક્સ અર્થાત્ શ્રાવ્યપુસ્તકો પણ તૈયાર કરવામાં આવે છે જેને અહીં પોડકાસ્ટ સ્વરૂપે તબક્કાવાર પ્રસિદ્ધ કરીએ છીએ. આપને અમારો પ્રયાસ ગમ્યો હોય તો વધુ લોકો સુધી આ પોડકાસ્ટ પહોંચાડશો. આપ પુસ્તકો પ્રૂફરીડ કરવામાં અથવા ઓડીયોબુક્સ બનાવવામાં અમારી સાથે જોડાઈને મદદ કરી શકો છો.