
Sign up to save your podcasts
Or


આજના અધ્યાયમાં આપણે માર્કેન્ડય ઋષિ ની કથા, અને ભગવાનના નર નારાયણ સ્વરૂપ માં તેમની સામે પ્રગટ થવાની વાત, તથા માર્કેન્ડય ઋષિએ કરેલી ભગવાન નર-નારાયણ ખૂબ ઉમદા સ્તુતિ સાંભળીશું.
આજના અધ્યાયમાં આપણે અથર્વવેદ ની શાખાઓ અને પુરાણોના 10 લક્ષણો વિષે વિસ્તારથી સાંભળીશું.
શૌનકજીના પ્રશ્નના જવાબમાં, સુતજી, વ્યાસજી દ્વારા વેદોનું વિભાજન કેવી રીતે થયું તેના વિશે આપણને આ અધ્યાયમાં વ્યાખ્યાન કરે છે.
એવા સમાચાર સાંભળતા કે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડસી લીધા છે, પરીક્ષિતનો પુત્ર જન્મેજયખૂબ ઉગ્ર થઈ જાય છે. એ એવા પ્રકારના યજ્ઞનું આયોજન કરે છે કે જેમાં સાપો પોતાની જાતે જ આવીને હોમાઈ જાય. તક્ષક નાગને આ વાતની જાણ થતા તે ઇન્દ્રના રક્ષણમાં જાય છે, અને જ્યારે જન્મેજય ઈન્દ્ર અને તક્ષક બંનેને હોમવા માટે નો યજ્ઞ કરે છે, ત્યારે બૃહસ્પતિજી આવીને જન્મેજયને મૃત્યુના નિમિત્ત વિષયની વાત સમજાવે છે.
આજના અધ્યાયમાં આપણે શ્રી શુકદેવજી નો અંતિમ ઉપદેશ સાંભળીશું. આ ઉપદેશમાં શ્રી શુકદેવજી આત્માના અજર અને અમર હોવાની વાત પરીક્ષિતને સમજાવે છે.
આજના અધ્યાયમાં આપણે ચાર પ્રકારના પ્રલય વિશે સાંભળીશું. શુકદેવજી આપણને આપણી પોતાની કુંઠિંતતાનો બાધ કરાવે છે.
આજના અધ્યાયમાં આપણે શુકદેવજી દ્વારા આપણી અંદર રહેલા મોહ અને અભિમાનને ચકનાચૂર કરી દેનારા કાળ વિશેનું વર્ણન સાંભળીશું. આપણે સતયુગમાં, દ્વાપરયુગમાં, ત્રેતાયુગમાં, અને કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકાય તેના વિશે પણ જાણીશું અને નામસંકીર્તન નો મહિમા સમજીશું.
આજના અધ્યાયમાં આપણે કળિયુગના ધર્મ અને કેવી રીતે પ્રજાની દુર્ગતિ થશે તેના વિશે શુકદેવજીનો અભિપ્રાય સાંભળીશું.
બારમાં સ્કંધ ની શરૂઆત કરતા, આજે આપણે કળીયુગના રાજાઓ અને તેમના વંશોનું વર્ણન સાંભળીશું.
દારૂક ગયા પછી અનેક દેવતાઓ, ઋષિમુનિઓ, અને બીજા ઘણા બધા ભગવાનના દર્શન માટે પ્રભાસક્ષેત્રમાં પહોંચ્યા અને તેમના જોતાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પહોંચી ગયા. આમ ભગવાને પૃથ્વી પર પોતાની લીલા સંકેલી.
From the publisher's feed

19,223 Listeners