
Sign up to save your podcasts
Or


આજના ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ધર્મનું નિરુપણ કરે છે તેઓ જણાવે છે કે જ્યારે મનુષ્ય સમભાવની ભાવનાથી પ્રેરાઈને બધામાં મને જુએ છે ત્યારે મને પામી લે છે. ભાગવત ધર્મનો આભાર ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપે છે.
ભગવાન આજના અધ્યાયમાં આપણને પરમાર્થ નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આત્મા જ સ્વયંપ્રકાશ છે, દ્રષ્ટા સાક્ષી છે અને અજ્ઞાની લોકો જ આત્માનો સંબંધ ઇન્દ્રિય અને પ્રાણ સાથે કરે છે. તેથી તેમને સંસાર અસત્ય હોવા છતાં પણ સત્ય લાગે છે. પણ જે સાધક ભગવાનનો આશ્રય લઈને યોગસાધનામાં સંલગ્ન થાય છે એને કોઈ વિઘ્ન ડગાવી શકતો નથી, તેની કામનાઓ નષ્ટ થઈ જાય છે, અને આત્માનંદની અનુભૂતિ માં તે મગ્ન થઈ જાય છે.
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ક્રિયા યોગનું વર્ણન સાંભળીશું.
આજના અધ્યાયમાં આપણે પરમ યશસ્વી સમ્રાટ ઈલા નંદન પુરૂરવાના વૈરાગ્ય વચનો સાંભળીશું. પુરૂરવા સ્વર્ગની અપ્સરા ઉર્વશી ના પ્રેમમાં આંધળા થઈ ગયા છે અને જ્યારે ઉર્વશી તેમને છોડીને ચાલી જાય છે ત્યારે તેમને વૈરાગ્ય જ્ઞાન થાય છે.
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ સાંભળીશું. ભગવાન સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણ વચ્ચેના ભેદને બહુ જ અદભુત રીતે સમજાવે છે અને આપણને જણાવે છે એ ભગવાનની પ્રાપ્તિ માટે ના શક્તિ એ જ પ્રગતિનો માર્ગ છે.
આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સાંખ્ય શાસ્ત્રનો અભિપ્રાય સંભળાવે છે.
ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને કેવી રીતે વશ ન થઈ શકાય. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ તે કશું બ્રાહ્મણની કથા કહે છે અને તેના દ્વારા આપણને આત્મા અને શરીર વચ્ચેનો ભેદ સમજાવે છે.
ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે કે પ્રકૃતિ અને પુરુષમાં ભિન્નતા અને અભિન્નતા કેમ જણાય છે. ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉત્તરમાં તાતવજ્ઞાન અને આત્મજ્ઞાનનો ઉત્તમ સંદેશ આપે છે.
આજના અધ્યાયમાં આપણે તત્વોની સંખ્યા વિષે ઋષિઓમાં થયેલો મતભેદ અને તેના વિષે ભગવાન શ્રીકૃષ્ણનો મત પણ જાણીશું.
આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ અને તેના રહસ્ય વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું.
From the publisher's feed

19,270 Listeners