
Sign up to save your podcasts
Or


આ અધ્યાયમાં આપણે બદ્ધ અને મુક્ત મનુષ્યના લક્ષણ વિષે સાંભળીશું. આપણે ભગવાનનો ભક્ત કેવો હોય તેના વિષે પણ જાણીશું.
આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ લૌકિક અને પારલૌકિક ભોગનું નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આ લોક ની જેમ પરલોક પણ દોષ યુક્ત છે. કારણકે, ત્યાં પણ જ્યારે પુણ્યની સમાપ્તિ થાય છે ત્યારે મનુષ્ય ને પાછો હાંકી કાઢવામાં આવે છે. અને એટલા માટે આત્મા ની સત્તાને સમજવાની જરૂર છે.
અવધૂત દત્તાત્રેય ટીટોડી થી માંડીને ભમરી સુધી સાત ગુરુની કથા આ અધ્યાયમાં બહુ સુંદર રીતે વર્ણવે છે. ખાસ કરીને તેઓ વૈરાગ્ય વિષયનું જ્ઞાન પોતાના દેહમાંથી કેવી રીતે મળે છે તેના વિશે પણ જણાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સમગ્ર આસક્તિઓનો પરિત્યાગ કરી ને સમદર્શી થઈ જવાની આજ્ઞા આપે છે.
અવધૂત દત્તાત્રેયજી અજગર થી માંડીને પિંગળા સુધીના નાવ ગુરુઓની કથા સંભળાવી ને યદુરાજને તેમનો મર્મ સમજાવે છે.
આજના અધ્યાયમાં આપણે યદુરાજ અને અવધૂત દત્તાત્રેય વચ્ચેનો સંવાદ સાંભળવો છે. એમના દ્વારા આપણે તેમને જુદા-જુદા ગુરુઓ પાસેથી કેવી સમજણ મેળવી છે એના વિશેની વાત જાણીશું. આ ઉપરાંત આપણે કબૂતરોની બહુ સુંદર એન્ડ મર્મથી ભરપૂર કથા સાંભળીશું.
જ્યારે ઉદ્ધવજી ભગવાનને નહીં જવાની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન તેમને ખુબ સુંદર એવો ત્યાગ અને સંન્યાસ નો ઉપદેશ આપે છે. આ ઉપદેશને ઉદ્ધવજી ભગવાન પાસે સરળ શબ્દોમાં જણાવવાની માંગણી કરે છે. જેના જવાબમાં ભગવાન કલ્યાણમાર્ગનો ઉપદેશ આપે છે.
બ્રહ્માજી સાથે બીજા દેવતાઓ આવી અને ભગવાનને હવે વૈકુંઠધામ પધારવા માટે વિનંતી કરે છે. ભગવાન તેમને જણાવે છે કે એકવાર યાદવ વંશનો અંત આવી જાય ત્યાર પછી તેઓ પાછા પધારશે. યાદવો પાસેથી ભગવાનની સાથે પ્રભાસ ક્ષેત્રમાં જવાની વાત સાંભળીને ઉદ્ધવજી મર્મની વાત સમજી જાય છે અને ભગવાન પાસે આવીને પ્રાર્થના કરે છે.
નીમીરાજા નો પ્રશ્ન કે ભક્તિ હીન મનુષ્ય ની ગતિ કેવી થાય છે, તેના વિશે આઠમા યોગીશ્વર શ્રી ચમસજી ખુબ સુંદર વાત કરે છે. ત્યારબાદ ની રાજા પૂછે છે કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી. તેના જવાબમાં નાવમાં યોગીશ્વર શ્રી કરભાનજી ખુબ સુંદર રીતે દરેક યુગમાં ભગવાનની ભક્તિ કઈ રીતે થાય તેની છણાવટ કરે છે.
નીમીરાજાના પ્રશ્નના જવાબમાં યોગીશ્વર શ્રી દ્રુમિલજી આજના અધ્યાયમાં આપણને ભગવાન ના જુદા જુદા અવતારોનું વર્ણન સંક્ષેપમાં સંભળાવી રહ્યા છે.
નીમીરાજાએ પ્રશ્ન કર્યો છે કે ભગવાનનું બ્રહ્મસ્વરૂપ શું છે અને કર્મયોગ દ્વારા ભગવાન એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના જવાબમાં યોગીશ્વર શ્રી પિપ્પલાયનજી અને આવીહોત્રજીએ બહુ સુંદર રીતે આપણને ભગવાનનું બ્રહ્મસ્વરૂપ અને કર્મયોગની છણાવટ કરી છે.
From the publisher's feed

19,270 Listeners