આપણા સફળતાના રસ્તામાં આપણે જ વચ્ચે ઉભા રહેતા હોઈએ છીએ. આપણી ઘણી એવી માન્યતાઓ કે આ વસ્તુ આ જ પ્રકારે થાય કે પછી આ પ્રકારે તો ન જ થાય. પરંતુ તેવું જરૂરી નથી કે આપણે જે પ્રમાણે માનતા હોઈએ તે જ યોગ્ય હોય.. કારણ કે કોઈ પ્રક્રિયા થવા કે ન થવા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે, કદાચ દરેક બાબત તો આપણા ધ્યાનમાં પણ ન હોય, જે અંતે મહત્વપૂર્ણ સાબિત થતી હોય..