Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Download on the App Store

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episodes

  • Bhagvat Puran Skandh 10 Adhyay 81

    સુદામાજીના હાથમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પૌઆની પોટલી ઝુંટવી લે છે. તેમાંથી તેઓ એક મુઠ્ઠી પૌઆ આરોગે છે. થોડા સમય બાદ જ્યારે સુદામાજી પોતાના ઘરે પાછા આવે છે ત્યારે અદભુત સંપત્તિ જોઈએ આશ્ચર્ય પામે છે.

    21 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 80

    આ અધ્યાયમાં આપણે સુદામાજી અને તેમની પત્ની વચ્ચેનો સંવાદ, અને ત્યારબાદ સુદામાજીનું શ્રી કૃષ્ણ ના મહેલમાં પધારવું અને તેમના મિલન તથા તેમણે સાંદિપની ઋષિના આશ્રમમાં ગાળેલી પળો વિશે સાંભળીશું. 

    23 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 79

    ઋષિઓની સૂચના પ્રમાણે બલવલનો વધ કરીને ભગવાન બલરામજી એક વર્ષના પ્રાયશ્ચિત માટે ની યાત્રા પર નીકળે છે. તે દરમિયાન તેઓ કુરુક્ષેત્રમાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ નિહાળીને તેમને રોકવાનો પણ પ્રયત્ન કરે છે. જ્યારે તેમને સમજાય છે કે આ વ્યર્થ છે ત્યારે તેઓ ત્યાંથી પાછા પોતાની યાત્રા પર નીકળી જાય છે.

    18 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 78

    શાલ્વનો વધ થતાં તેનો મિત્ર દંતવક્ત શ્રી કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે પગપાળો ચાલી આવે છે અને ગદા યુદ્ધ આદરે છે. ભગવાન તેનો પણ ઉદ્ધાર કરે છે. દંતવક્ત ભગવાનનો પાર્ષદ છે તેથી તેનો આત્મા ભગવાન માં સમાઈ જાય છે. ત્યારબાદ ભગવાન તેના પુત્ર વિદુરથનો પણ ઉદ્ધાર કરે છે. આ તરફ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધની તૈયારી થઈ રહી છે તે જાણતા તટસ્થ એવા બલરામજી તીર્થયાત્રા પર નીકળી જાય છે અને ત્યાં તેમના હાથે રોમહર્ષણજી જે સુતજીના પિતા છે તેમનો વધ થાય છે. ત્યાં રહેલા ઋષિઓ બલરામજીને તેમના પ્રાયશ્ચિત માટેની સૂચના આપે છે.

    20 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 77

    જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને બલરામજી ઇન્દ્રપ્રસ્થ થી પાછા આવે છે ત્યારે ભગવાન પોતાના સારથી ને શાલ્વ પાસે લઈ જવાની આજ્ઞા કરે છે અને તેની સાથે યુદ્ધ કરે છે. ભગવાન શાલ્વનો ઉદ્ધાર કરે છે અને તેના વિમાનને પણ તહસ-નહસ કરી નાખે છે.

    19 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 76

    શિશુપાલનો વધ થયો છે તે જાણીને તેનો મિત્ર શાલ્વ ભગવાન પશુપતિનાથની આરાધના કરીને તેમની પાસેથી એક અજય તેવું વિમાન માંગે છે. આ વિમાન લઇ ને તે દ્વારિકા પર આક્રમણ કરી દે છે. ભગવાન ના પુત્ર પ્રદ્યુમ્નનજી આ આક્રમણ નો સામનો કરે છે.

    17 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 75

    રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરે બધા જ ભાઈ બંધુઓને ચોક્કસ કામ આપીને દરેકને સાથે રાખ્યા હતા. પરંતુ રાજસૂય યજ્ઞ અને યુધિષ્ઠિર ની સંપતિ અને ઇન્દ્રપ્રસ્થ પ્રતિષ્ઠા દુર્યોધન સાંખી શકતો નથી. તેના મનમાં ખૂબ ઈર્ષા ભરાઈ ગઈ છે. દ્રૌપદી પ્રત્યે પણ તેને ખૂબ આસક્તિ છે .આ દરમિયાન એક દિવસ ઇન્દ્રપ્રસ્થ ની સભામાં જળ ને સ્થળ અને સ્થળને જળ માનીને દુર્યોધન જળ માં પડી જાય છે અને આ અપમાન સહન કરી શકતો નથી.

    23 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 74

    યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં સહદેવજી એ પ્રસ્તાવ મૂક્યો કે અગ્ર પૂજા ભગવાન શ્રીકૃષ્ણની થવી જોઈએ. આ સાંભળીને મોટાભાગના લોકોએ સંમતિ દર્શાવી. પરંતુ શિશુપાલ ખૂબ ઉગ્ર થઈને ભગવાનને ભરી સભામાં અપશબ્દો કહેવા લાગ્યો. જ્યારે તેના પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે, ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી તેનો ઉદ્ધાર કર્યો.

    28 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 73

    જરાસંધના કારાવાસમાંથી છુટેલા રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા અને રાજાઓએ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરી. ત્યારબાદ તેમને યથાયોગ્ય રીતે તૈયાર કરીને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને તેમના રાજ્યમાં મોકલી આપ્યા. ત્યારબાદ ભગવાન અર્જુન અને ભીમ ની સાથે ઇન્દ્રપ્રસ્થ પાછા આવ્યા.

    20 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 72

    રાજા યુધિષ્ઠિર ભગવાન પાસે રાજસૂય યજ્ઞ કરવા માટે સંમતિ માગે છે. ત્યારબાદ તેઓ પોતાના ભાઈઓને દિગ્વિજય કરવા માટે મોકલે છે. એવા સમાચાર મળતા કે જરાસંધ પર હજી સુધી વિજય મળ્યો નથી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ને લઈને જરાસંઘ ની રાજધાની પહોંચે છે, અને યુદ્ધ માટે માંગણી કરે છે. 27 દિવસ સુધી જરાસંધ અને ભીમ ની વચ્ચે દ્વંદ યુદ્ધ થાય છે. ત્યારબાદ 28 માં દિવસે ભીમ ભગવાન પાસે આવે છે, અને જરાસંધને મારવા માટેની યુક્તિ માટે મદદ માંગે છે. શ્રીકૃષ્ણએ બતાવેલી યુક્તિ પ્રમાણે ભીમ જરાસંધનો ઉદ્ધાર કરે છે અને બંદી રાજાઓને મુક્ત કરે છે.

    24 min

About Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

From the publisher's feed

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

More shows like Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

The Mel Robbins Podcast by Mel Robbins

The Mel Robbins Podcast

19,223 Listeners