Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Download on the App Store

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episodes

  • Bhagvat Puran Skandh 10 Adhyay 61

    આજના અત્યારે આપણે ભગવાનના સંતાનો અને અનિરુદ્ધ વિવાહ વિશે સાંભળીશું. આપણે બલરામજી સાથે રુક્મિએ કરેલી છળકપટ  ની વાત અને બલરામજી દ્વારા રુક્મિના માર્યા જવાની વાત પણ સાંભળીશું. 

    20 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 2

    ભગવાનના વ્યંગનો મર્મ સમજી જતા રુક્મણિજી ભગવાને દર્શાવેલા રૂપકની છણાવટ કરે છે. એમની વચ્ચેનો આ સુંદર સંવાદ ગૃહસ્થ જીવનની એક લાક્ષણિકતાને રજૂ કરે છે.

    23 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 1

    હાસ્ય અને વ્યંગનો ઉપયોગ કરીને ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણીજી માં વધી રહેલા અહમને ઓછો કરવા માટે જણાવે છે કે શું એમની વચ્ચે નું મિલન યોગ્ય છે? આ સાંભળીને રુક્મિણીજી ઉદાસ અને ત્રાહિત થઈ જાય છે. આ જોઈને ભગવાન રુક્મિણીજીને સંભાળી લે છે અને તેમને પોતાના પ્રેમનું વચન આપે છે.

    23 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 59

    આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના દ્વારા ભૌમાસુર નો ઉદ્ધાર કેવી રીતે થયો, અને ભગવાને સોળ હજાર રાજકુમારીઓને પોતાની પત્ની બનાવી, તેના વિશે જાણીશું. ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામાની વિનંતીથી, કલ્પવૃક્ષ, સ્વર્ગમાંથી દ્વારિકાના બગીચામાં સ્થાપિત કર્યું તેના વિશે પણ જાણીશું.

    28 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 58

    આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના બીજા લગ્નની વાત સાંભળીશું.

    24 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 57

    જ્યારે પાંડવો નું લાક્ષાગૃહમાં મૃત્યુ થયું છે તેવા સમાચાર સાંભળ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના હસ્તિનાપુર ગયા છે, ખરખરો કરવા માટે. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં ન હોવાથી શતધન્વા જે એક પાપી પુરુષ છે, તે કૃતવર્મા અને અક્રૂરજી ના ચઢાવવાથી, સત્રાજીત નો વધ કરે છે અને સ્યમંતક મણિ છીનવી લે છે. સત્યભામા હસ્તિનાપુર જઈને શ્રીકૃષ્ણને આ વાતની જાણ કરે છે. શ્રીકૃષ્ણ શતધન્વાનો વધ કરે છે અને ત્યાર બાદ અક્રૂરજી ને બોલાવીને તેમની પાસેથી સ્યમંતક મણિ હાંસલ કરે છે.

    24 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 56

    આજના અધ્યાયમાં આપણે સ્યમંતક મણિ અને ભગવાન શ્રીકૃષ્ણનું જાંબુવાન સાથે યુદ્ધ તથા જાંબુવતી અને સત્યભામા સાથે શ્રીકૃષ્ણના વિવાહની વાત કરીશું.

    24 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 55

    શંકર ભગવાનના પ્રકોપથી ભસ્મ થયેલા કામદેવ, શ્રી કૃષ્ણ દ્વારા રુકમણીજીના બાળક થઈને ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. તેઓ દસ દિવસના હતા તે પહેલાં જ શમ્બરાસુર નામના એક અસૂરે તેમનું સૂતિકાગૃહમાંથી અપહરણ કર્યું અને દરિયામાં નાખી દીધા. વિધિના વિધાને પ્રદ્યુમ્નને પાછા શમ્બરાસુરના મહેલમાં જ લાવી દીધા અને ત્યાં પ્રદ્યુમ્નએ તે અસુરનો વધ કર્યો, રતી સાથે વિવાહ કરયા અને દ્વારિકા પાછા આવ્યા. 

    22 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 54

    રુક્મિણીનાં હરણની વાત સાંભળતા અને તેને પ્રત્યક્ષ જોતા રાજાઓ ખૂબ ગુસ્સે થઈને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે દોડ્યા. શ્રી કૃષ્ણ અને યાદવ સેનાએ તે બધા ને હરાવી દીધા. શિશુપાલને જરાસંધ એ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો કે આ કાળ નો નિયમ છે. ક્યારેક જીત થાય છે અને ક્યારેક હારી જવાય છે. રુકમણીજીના ભાઈ રુક્મિએ ભગવાન શ્રીકૃષ્ણને લલકાર્યા અને યુદ્ધમાં ભગવાને તેના કેશ અને દાઢી મુછ કાપીને કુરૂપ કરી નાખ્યો. ત્યારબાદ બલરામજીએ રુકમણીજી અને શ્રી કૃષ્ણ સુંદર સંદેશો આપ્યો અને તેમના વિવાહ માટેની તૈયારી કરી.

    28 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 53

    રુક્મિણીનો સંદેશ મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથ પર બ્રાહ્મણ દેવતા સાથે સવાર થઈને એક જ રાત્રિમાં વિદર્ભપ્રદેશ પહોંચી ગયા. તેમની પાછળ બલરામજી પણ યાદવ સેનાને લઈને ત્યાં પહોંચ્યા. જ્યારે રુક્મિણીજી ગિરિજા મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે શ્રીકૃષ્ણએ તેમનું હરણ કરી લીધું.

    25 min

About Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

From the publisher's feed

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

More shows like Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

The Mel Robbins Podcast by Mel Robbins

The Mel Robbins Podcast

19,223 Listeners