Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Download on the App Store

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episodes

  • Bhagvat Puran Skandh 10 Adhyay 52

    રાજા મુચુકુન્દ પર અનુગ્રહ કરીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પાછા પહોંચ્યા અને કાલયવનની સેનાનો સંહાર કર્યો. ત્યારબાદ જ્યારે તેઓ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જરાસંધએ ૧૮મી વાર તેમની પર આક્રમણ કર્યું. શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી છુટ્યા અને દ્વારિકા પહોંચ્યા. થોડા દિવસોમાં ભીષ્મકનંદિની રુક્મિણીજીએ બ્રાહ્મણ દેવતા દ્વારા શ્રીકૃષ્ણને પોતાનો સંદેશો મોકલ્યો. રુક્મિણીજીએ કહ્યું કે મેં તમને મન થી જ પતિ માની લીધા છે અને તમે મારું હરણ કરી અને મને અપનાવી લો.

    23 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 2

    ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા મુચુકુન્દ વચ્ચેનો સંવાદ આજે આપણે સાંભળીશું. રાજા મુચુકુન્દએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ માણીશું. ભગવાન શ્રી કૃષ્ણ રાજા મુચુકુન્દને આદેશ આપે છે કે હવે તમે તપસ્યા કરીને તમારા તમામ પાપોને ધોઈ નાખો. ત્યારબાદ આવતા જન્મમાં તમે બ્રાહ્મણ બનશો અને પછી મને પ્રાપ્ત કરી લેશો.

    21 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 1

    દ્વારિકા પુરી નું નિર્માણ કર્યા બાદ ભગવાન બધા યાદવોને પોતાની યોગશક્તિથી દ્વારિકા પહોંચાડી દે છે. ત્યારબાદ કોઈપણ અસ્ત્રશસ્ત્ર લીધા વિના તેઓ કાલયવનની સાથે યુદ્ધ કરવા માટે મથુરા ની બહાર નીકળી આવે છે. જ્યારે કાલયવન યુદ્ધ કરવા માટે તેમની તરફ દોડે છે, ત્યારે ભગવાન પોતે રણછોડ બનીને યુદ્ધભૂમિમાં થી ભાગી નીકળે છે અને પર્વતની એક ગુફામાં જઈને સંતાઈ જાય છે. કાલયવન જ્યારે એ ગુફામાં પ્રવેશે છે ત્યારે ત્યાં એક સૂતેલા પુરૂષને જુએ છે અને તેને લાત મારીને જગાડે છે. આ પુરુષ રાજા માંધાતા ના મહાવીર પુત્ર મુચુકુન્દ છે. જે આંખો ખોલતા જ કાલયવનને ભસ્મીભૂત કરી દે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને મુચુકુન્દ વચ્ચેનો સંવાદ આપણે સાંભળીશું.

    20 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 50

    કંસની બે રાણીઓ જરાસંધ ની પુત્રી હતી. કંસ વધ બાદ તે બે પુત્રીઓ પોતાના પિતા જરાસંધ પાસે પહોંચીને તેમના પિતાને પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માટે વિનંતી કરે છે. જરાસંધ 23 અક્ષોહિણી સેના લઈને મથુરા પર આક્રમણ કરે છે અને આવી રીતે ૧૭ વખત આક્રમણ કરે છે અને દર વખતે હારી ને પાછો આવે છે. જ્યારે જરાસંધ ૧૮મી વખત મથુરા પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે નારદજીનો મોકલેલો કાલયવન પણ મથુરા પર આક્રમણ કરે છે. મથુરા તરફ બે તરફથી થતા આક્રમણ ને ટાળવા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા પુરી નું નિર્માણ કરે છે.

    31 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 49

    ભગવાન ના આદેશ પ્રમાણે અક્રૂરજી હસ્તિનાપુર પહોંચીને ત્યાંની પરિસ્થિતી અને ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવો સાથે થતા અન્યાયને જોઈ રહ્યા છે. ત્યાંથી વિદાય થતાં પહેલા તેઓ ધૃતરાષ્ટ્રને ખૂબ સારી રીતે સમભાવ કેળવવા વિશેની સલાહ આપે છે. ધૃતરાષ્ટ્ર સલાહ સ્વીકારી શકતા નથી. અક્રૂરજી આ બધી વાત પાછા આવીને શ્રીકૃષ્ણને જણાવે છે. દસમા સ્કંધના ઉત્તરાર્ધનો આ છેલ્લો અધ્યાય છે

    21 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 48

    ઉદ્ધવજીના આવ્યાના થોડા દિવસ બાદ ભગવાન કુબ્જાના ઘરે વચન આપ્યા પ્રમાણે પહોંચ્યા છે. કુબ્જાની સાથે સમય વિતાવ્યા બાદ ભગવાન થોડા દિવસ પછી અક્રૂરજી ને ત્યાં પધારે છે અને અક્રૂરજી ને હસ્તિનાપુર જવાનો અને પાંડવોના હાલચાલ જાણી લાવવાનો આદેશ કરે છે. આજના અધ્યાયમાં આપણે જુદા જુદા ભક્તોની ભગવાન પાસે ની કામના વિશે ચર્ચા કરીશું.

    23 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 47 Part 2

    ઉદ્ધવજીએ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો ગોપીઓને આપ્યો છે. આ સંદેશો સાંભળીને ગોપીઓની વિરહની વ્યથા ઓછી થઈ છે. ઉદ્ધવજી  કેટલાય મહિનાઓ સુધી વ્રજમાં રોકાય છે અને શ્રીકૃષ્ણની લીલા ચર્ચાઓમાં પોતાનો સમય પસાર કરે છે. ઘણો વખત થયા બાદ તેઓ મથુરા પાછા ફરે છે અને શ્રીકૃષ્ણને પોતાની વ્રજમાં વિતાવેલી પળો નો અહેવાલ આપે છે.

    30 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 47 Part 1

    નંદબાવાને ઘરે સોનાના રથને જોઈને ગોપીઓને શંકા જાય છે કે ક્યાંક અક્રૂરજી પાછા કશુંક લેવા માટે નથી આવ્યા ને. જયારે તેમને જાણ થાય છે કે આ તો ઉદ્ધવજી જે શ્રીકૃષ્ણ ના પ્રિય છે તે આવ્યા છે ત્યારે ગોપીઓ તેમની સાથે જે સંવાદ કરે છે, તે આજે આપણે સાંભળીશું. ભમરાનું રૂપક બનાવીને એક ગોપી ફરિયાદ કરે છે કે શું કૃષ્ણ અમારા દર્દ ને જાણે છે?

    23 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 46

    ઉદ્ધવજી, વૃષ્ણીઓમાં પ્રધાનપુરુષ, બૃહસ્પતિજીનાં શિષ્ય અને શ્રી કૃષ્ણના પરમપ્રિય હતા. તે ઉદ્ધવજીને ભગવાન પોતાનો સંદેશો લઈને વ્રજમાં મોકલે છે. તેમની નંદબાવાની સાથેની વાત આજે આપણે સાંભળીશું.

    26 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 45

    આજના અધ્યાયમાં આપણે શ્રીકૃષ્ણ અને બલરામજીના, દેવકી વસુદેવ સાથેના મિલનની, તેમના યજ્ઞોપવિતની, સાંદિપની ઋષિના ગુરુકુળમાં પ્રવેશની, 64 દિવસમાં 64 કળા સખીવાની અને ગુરુદક્ષિણામાં સાંદિપની ઋષિના મૃત પુત્રને પાછો લઇ આવવાની વાત સાંભળીશું.

    28 min

About Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

From the publisher's feed

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

More shows like Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

The Mel Robbins Podcast by Mel Robbins

The Mel Robbins Podcast

19,223 Listeners