Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Download on the App Store

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episodes

  • Bhagvat Puran Skandh 10 Adhyay 71

    જરાસંધના દૂતની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ તેને વચન આપે છે કે તેઓ બંદી રાજાઓને  જરાસંધના પ્રકોપમાંથી છોડાવી લે શે. ત્યારબાદ ઉદ્ધવજી ની સલાહ પ્રમાણે ભગવાન તેમની પત્નીઓ અને મોટો રસાલો લઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે, જ્યાં રાજા યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે.

    24 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 70

    આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની નિત્ય ચર્યા વિશે સાંભળીશું. આપણે જાણીશું કે ગૃહસ્થએ કેવી રીતે પોતાની દિનચર્યા બનાવવી જોઈએ. ત્યારબાદ આપણે યાદવ સભામાં આવેલા જરાસંધના કેદી  રાજાઓના દૂતનું ભાષણ પણ સાંભળીશું . 

    27 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 69

    આજના અધ્યાયમાં આપણે દેવર્ષિ નારદજીને જોયેલી ભગવાનની દિનચર્યા વિષે સાંભળીશું. ભગવાનની યોગમાતા અનંત છે અને નારદજીએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ સાંભળીશું. 

    23 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 68

    શ્રીકૃષ્ણના મહાબળશાળી પુત્ર સામ્બે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. આ સાંભળીને કૌરવો ખુબ ગુસ્સે થયા અને છ મહારથીઓએ સાંબનો પીછો કર્યો અને તેની સાથે યુદ્ધ કર્યું. તેઓએ જયારે સામ્બને બંદી બનાવી લીધો ત્યારે બલરામજીના નેજા હેઠળ યાદવો કૌરવોને મળવા માટે હસ્તિનાપુર આવ્યા. બલરામજી કૌરવો પર કેમ કોપાયમાન થયા અને શું કર્યું તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.

    25 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 67

    પોતાના મિત્ર ભૌમાસુરનો વધ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો છે તે જાણીને દ્વિવિદ નામનો એક મહાશક્તિશાળી વાનર આનર્ત પ્રદશૅમા ઉત્પાત મચાવવા લાગ્યો. એક દિવસ તેણે રૈવતાચલ પર્વત પર વિહાર કરી રહેલા બલરામજીને લલકાર્યા અને તેમની વચ્ચે ભયંકર યુદ્ધ  થયું. આ યુદ્ધમાં બલરામજીએ દ્વિવિદનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેની કથા આજના અધ્યાયમાં સાંભળીશું. 

    17 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 66

    અજ્ઞાનીઓથી ઘેરાયલા રાજા પૌણ્ડ્રકના મનમાં એવું ઠસી ગયું હતું કે તેઓ જ ભગવાન વાસુદેવ  છે. જયારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ ને આ સંદેશો મોકલ્યો અને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે તેમની વચ્ચેના યુદ્ધમાં પૌણ્ડ્રક અને તેના અજ્ઞાની મિત્રોનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું. 

    26 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 64

    આજના અધ્યાયમાં આપણે નૃગ રાજાની કથા સાંભળીશું.  તેઓ વિશ્વાસ છે ઈશ્વાકુ ના પુત્ર છે અને અજાણતાંજ બ્રાહ્મણને અન્યાય કરવાથી તેઓ કાચીંડાના રૂપમાં જન્મ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના હાથનો સ્પર્શ થતાંજ તેઓ મનુષ્યરૂપ ધારણ કરે છે અને પોતાની કથા  કહે છે. 

    21 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 63

    એવી જાણ થતાં કે અનિરુદ્ધને બાણાસુરે નાગપાશમાં બાંધી દીધા છે, શ્રી કૃષ્ણ યાદવ સેનાને લઈને શોણિતપુર જે બાણાસુરની નગરી છે તેના પર આક્રમણ કરી દે છે. આ નગરી નું રક્ષણ ભગવાન શ્રી શંકર ખુદ કરે છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શંકર વચ્ચે મહાયુદ્ધ થાય છે. ત્યારબાદ બાણાસુરના અહમને નષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ બાણાસુરના હજારમાંથી માત્ર ચાર જ હાથ બાકી રહેવા દે છે અને ભગવાન શંકર વિનંતી પ્રમાણે તેને જીવતો છોડી દે છે. 

    26 min
  • Bhagvat Puran Skandh 10 Adhyay 62

    બલિરાજા ના સૌથી મોટા પુત્ર બાણાસુરની પુત્રી ઉષા, સ્વપ્નનાં એક સુંદર પુરૂષને જુએ છે અને તેને મનમાં જ વરી લે છે. તેની મિત્ર ચિત્રલેખા સુંદર ચિત્ર દ્વારા એ પ્રસ્થાપિત કરે છે કે ઉષાએ સ્વપ્નમાં જોયેલ વ્યક્તિ શ્રી કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ છે. યોગમાયા દ્વારા તે અનિરુદ્ધને ઉષાના મહેલમાં લઈ આવે છે અને ત્યાં ઉષા અને અનિરુદ્ધની વચ્ચે પ્રણયફાગ ખીલે છે. બાણાસુરને આની જાણ થતા તે પોતાના સૈનિકોને લઈને અનિરુદ્ધ પર આક્રમણ કરે છે અને ત્યારબાદ તેમને નાગપાશમાં બાંધી દે છે. 

    21 min

About Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

From the publisher's feed

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

More shows like Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

The Mel Robbins Podcast by Mel Robbins

The Mel Robbins Podcast

19,223 Listeners