
Sign up to save your podcasts
Or


ભગવાન શ્રીકૃષ્ણએ ચાણૂર વગેરે મલ્લના વદ્યનો અફર વિચાર કરી લીધો અને પછી તેઓ ચાણૂર સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે મલ્લનો વધ કરી ને ત્યારેબાદ ભગવાન શ્રીકૃષ્ણ કંસ સાથે યુદ્ધ કરવા લાગ્યા અને કંસનો ઉદ્ધાર તેમને કેવી રીતે કર્યો તે આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.
કંસને ભીતિ લાગી છે અને એટલે મલ્લયુદ્ધની ઘોષણા કરી દીધી. બીજે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના રંગભૂમિના દ્વાર પર પહોંચ્યા ત્યારે કુવલયાપીડ હાથી તેમનો રસ્તો રોકીને ઊભો હતો. તે હાથી નો વધ કરીને ભગવાન બલરામજી સાથે અખાડામાં પહોંચ્યા.
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણએ કુબ્જા પર કઈ રીતે કૃપા કરી અને ધનુષ્ય ભંગ કેવી રીતે કર્યો તેના વિષે સાંભળીશું. કંસના હૃદયમાં ભીતિ પેઠી છે તેની વાત પણ જાણીશું.
અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મથુરા નગરી ના દ્વારે પોહ્ચ્યા છે. અક્રૂરજી ભગવાનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના સખા સાથે મથુરા નગર ની બહાર રોકાય છે. બીજે દિવસે સવારે શ્રી કૃષ્ણ, બલરામજી અને ગોપબાળો નગર જોવા માટે નીકળે છે અને તેમની મુલાકાત એક ધોબી, દરજી અને માળી સાથે થાય છે. આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની મથુરા યાત્રા વિશે સાંભળીશું. આપણે સુદામા માળી એ કરેલી ભગવાનની નમ્ર સ્તુતિ પણ સાંભળીશું.
અક્રૂરજી એ જમના જળમાં જ્યારે ડૂબકી મારી અને ભગવાનનાં દર્શન થયાં છે ત્યારે તેમનામાં પરમ ભક્ત ભાવ ઉમટી પડ્યો છે. આ અધ્યાયમાં આપણે અક્રૂરજી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જુદા જુદા રૂપની સ્તુતિ સાંભળીશું.
આજના અધ્યાયમાં આપણે શ્રીકૃષ્ણના અને બલરામજીના મથુરા ગમન ની વાત કરવી છે. અક્રૂરજી જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામને નંદબાવાની અને ગોપોની સાથે મથુરા લઈ જવા તૈયાર થયા છે, ત્યારે ગોપીઓ વિધાતાને આરોપ આપતા કહે છે કે અમારા શ્યામસુંદરને અમારી પાસેથી ન લઈ જાવ. ગોપીઓની આ વેદના ને આ અધ્યાયમાં વ્યાસજીએ બહુ માર્મિક રીતે વ્યક્ત કરી છે.
અક્રૂરજી ભગવાનના પરમભક્ત છે. જયારે કંસ તેમને વ્રજ જવાની આજ્ઞા આપે છે ત્યારે તેઓ આખો વખત ભગવાન વિષે જ વિચારી રહ્યા છે. તેમની વ્રજયાત્રા વિષે આપણે આજે સાંભળીશું.
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કેશી અને વ્યોમાસુરનો ઉદ્ધાર કેવી રીતે થયો તેના વિષે જાણીશું. આપણે નારદજીએ કરેલી ભગવાનની અદભુત સ્તુતિ પણ સાંભળીશું.
અરિષ્ટાસુર બળદનું રૂપ લઇ અને વ્રજમાં ઘુસી આવ્યો છે, તેનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણ કરે છે. બીજી તરફ નારદજી કંસને તેની ભવિષ્યવાણી અને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી વિષે જણાવે છે. આ સાંભળતા કંસ ષડયંત્રની રચના કરે છે.
ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે દરરોજ વનમાં જતા તયારે ગોપીઓનું ચિત્ત તેમની સાથે ચાલ્યું જતું હતું. તેમનું મન શ્રીકૃષ્ણનું ચિંતન કરતુ રહેતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી. આ યુગલ ગીત આજના અધ્યાય આપણે સાંભળીશું.
From the publisher's feed

19,223 Listeners