Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Download on the App Store

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episodes

  • Bhagvat Puran Skandh 9 Adhyay 2

    નવમાં સ્કંધના બીજા અધ્યાયમાં આપણે વૈવસ્ત મનુના બીજા પુત્રો અને ખાસ કરીને પૃષદ્યની વાત સાંભળીશું. આ વાર્તા દ્વારા આપણે વર્તમાનમાં જીવવાનું અને વર્તમાનની અવસ્થાને યાદ રાખવા વિશે સમજીશું.

    19 min
  • Bhagvat Puran Skandh 9 Adhyay 1

    નવમા સ્કંધમાં પ્રથમ અધ્યાયમાં આપણે વૈવસ્વત મનુ જે પહેલા રાજશ્રી સત્યવ્રત હતા તેમના પુત્ર રાજા સુધુમ્નની કથા સાંભળીશું. સુધુમ્ન પ્રથમ એવા વ્યક્તિ હતા જેમનો જન્મ સ્ત્રી તરીકે થયો અને ત્યારબાદ ઋષિ વસિષ્ઠ ની કૃપાથી તેઓ પુરુષ જાતિમાં બદલાયા. તેમના ચરિત્ર ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

    20 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 24

    રાજા બલીની કથા પૂર્ણ થતાં, રાજા પરીક્ષિત શુકદેવજી પાસેથી ભગવાનના મત્સ્યાવતારની વાત સાંભળવાની ઈચ્છા કરે છે. શુકદેવજી તેમને આ અવતારની કથા સંભળાવે છે.

    25 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 23

    રાજા બલીને વરુણના પાશમાંથી મુક્ત કરીને શ્રી હરિ ત્યાં ઉપસ્થિત બધાને ખુબ સુંદર ઉપદેશ આપે છે.

    16 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 22

    વરુણના પાશમાં બંધાયેલા રાજા બલી શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. ત્યારબાદ ત્યાં પધારેલા પ્રહલાદજી અને બ્રહ્માજી પણ વામન સ્વરૂપે રહેલા શ્રી હરીને બલીરાજા વિષે પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. શ્રી હરિ બધાને સંપત્તિ અને તેના અભાવ વિશેનો સુંદર ઉપદેશ આપે છે. તે રાજા બલીથી પ્રસન્ન થઈને તેમને ભવિષ્યના મન્વંતરમાં ઈન્દ્રનું સ્થાન આપે છે અને વર્તમાનમાં સુતલલોકમાં જવાની આજ્ઞા કરે છે. 

    19 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 21

    બે જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગ માપી લીધા બાદ વામન ભગવાનથી ક્રોધિત થયેલા અસુરો તેમની સામે યુદ્ધે ચઢે છે. ભગવાનના પાર્ષદો જયારે અસુરોની સેનાનો નાશ કરવા લાગે છે ત્યારે રાજા બલી બધા અસુરો અને દૈત્યોને કાળચક્ર વિષે સમજાવીને રસાતલમાં જવાની સૂચના આપે છે. આ તરફ વામન ભગવાનની આજ્ઞાથી ગરુડજી રાજા બલિને વરુણના પાશમાં બાંધી દે છે. વામન ભગવાન ત્યારબાદ રાજા બલિને જણાવે છે કે જો ત્રીજા પગલાંની તેમની પ્રતિજ્ઞા પુરી નહિ થાય તો રાજા બલીને નર્કમાં જવું પડશે.  

    16 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 20

    શુક્રાચાર્યજીની વાત સાંભળ્યા પછી પણ રાજા બલી પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહે છે. આ જોઈને શુક્રાચાર્ય ક્રોધિત થઇને રાજા બલીને શાપ આપે છે. ત્યારબાદ વામન ભગવાન બે જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગલોકને માપી લે છે. 

    18 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 19

    રાજા બલી વામન ભગવાનને તેમની ઈચ્છા મુજબ માંગવાની પ્રાર્થના કરે છે. જયારે વામન ભગવાન માત્ર ત્રણ પગલાં પૂર્થવી ની માંગણી કરે છે, ત્યારે રાજા બલીમાં અભિમાન આવી જાય છે. તે આ આપવાની પ્રતિજ્ઞા કરે તે પેહલા ગુરુ શુક્રાચાર્ય બલિને વામન ભગવાનના સાચા સ્વરૂપ અને ક્ષમતાની પ્રતીતિ કરાવે છે અને એમને આ પ્રતિજ્ઞામાંથી વારવાનો પ્રયત્ન કરે છે. 

    28 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 18

    શ્રી હરિ વિષ્ણુ માતા અદિતિને આપેલા વરદાન પ્રમાણે તેમના પુત્ર તરીકે જન્મ લે છે. તે વામન રૂપે અવતરે છે. ઋષિઓ, દેવતાઓ, અને બીજા બધા વામન ભગવાનને યથાશક્તિ વસ્તુઓ અર્પણ કરે છે. ત્યારબાદ વામન ભગવાન રાજા બલીના યજ્ઞ સભાગૃહ માં પ્રવેશે છે અને ત્યાં રાજા બલી તેમનો ખુબ સુંદર રીતે આવકાર કરે છે. 

    18 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 17

    માતા અદિતિના પયોવ્રતથી શ્રી હરિ પ્રસ્સન થાય  છે. તેમની સ્તુતિ કરતા માતા અદિતિ તેમની પાસેથી દેવો માટે સ્વર્ગનું રાજ્ય અને દાનવોના નાશની માંગણી કરે છે. શ્રી હરિ માતા અદિતિની અવસ્થા જાણતા તેમની આજીજી નો સ્વીકાર કરે છે. 

    16 min

About Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

From the publisher's feed

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

More shows like Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

The Mel Robbins Podcast by Mel Robbins

The Mel Robbins Podcast

19,223 Listeners