Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Download on the App Store

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episodes

  • Bhagvat Puran Skandh 8 Adhyay 6

    બ્રહ્માજીની ઉત્તમ સ્તુતિ સાંભળીને શ્રીહરિ પ્રગટ થાય છે અને પછી દેવોને દાનવો સાથે સંધિ નો ઉપદેશ આપે છે. તેઓ દેવોને જણાવે છે કે દાનવો સાથે મળી અને તેઓ અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરે. આના માટે મંદરાચલ પર્વતને રવૈયો બનાવો પડશે અને વાસુકી નાગને નેતરું બનાવવું પડશે. દેવો જ્યારે દાનવો પાસે આ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દાનવો એનો સ્વીકાર કરે છે અને સંધિ થતાં તેઓ મંદરાચળ પર્વત ઊંચકવાનો પ્રયત્ન કરે છે. જેમાં તેમને અસફળતા મળે છે ત્યારે શ્રી હરિ પોતેજ ગરુડ પર મંદરાચળ પર્વતને ઊંચકીને તેને ક્ષીરસાગર ની પાસે લઈ આવે છે.

    18 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 5

    આ અધ્યાયની શરૂઆત માં આપણે પહેલાં પાંચમાં અને છઠ્ઠા મનુ વિશેની વાત સાંભળીશું. આ આધ્યાય માં ભગવાન અજીત જે કે શ્રી હરિનું જ સ્વરૂપ છે તેમના વિશે જાણીશું. રાજા પરીક્ષિતે પ્રશ્ન કરયો છે કે ક્ષીરસાગર નું મંથન કેવી રીતે થયું અને ભગવાને કચ્છપ નું રૂપ કેમ ધારણ કર્યું. તેના જવાબમાં શુકદેવજી દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધ અને પરાજિત દેવોના બ્રહ્માજી પાસે જવાની વાત કરે છે. બ્રહ્માજી ત્યારબાદ દેવોને વૈકુંઠ લોકો પાસે લઈ જાય છે પણ ત્યાં તેમને કાંઈ પણ દેખાતું નથી તેથી તેઓ શ્રી હરિની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે જે સ્તુતિ પણ આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

    22 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 4

    આ અધ્યાયમાં આપણે ગજેન્દ્ર અને ગ્રાહ ના પૂર્વ ચરિત્ર વિશે સાંભળીશું. આપણે તેમના પૂર્વ ચરિત્રની સાથે ભગવાને તેમનો કેવી રીતે ઉદ્ધાર કર્યો તે પણ સાંભળીશું.

    16 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 3

    ગ્રાહના સંકજામાં ફસાયેલો ગજેન્દ્ર શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. જ્યારે આ સ્તુતિ સાંભળીને બીજા દેવતાઓ તેની મદદે આવતા નથી ત્યારે શ્રી હરિ ખુદ ગજેન્દ્રની મદદે આવી જાય છે. એમને પ્રગટ થયેલા જોઈને ગજેન્દ્ર હર્ષિત થઈ જાય છે અને સરોવરમાંથી પોતાની સૂંઢ નો ઉપયોગ કરીને એક કમળ ભગવાનને અર્પિત કરે છે. ત્યારબાદ તેની પર પ્રસન્ન થયેલા ભગવાન, ગ્રાહ અને ગજેન્દ્ર બેયને જળમાંથી બહાર ખેંચી લાવી અને સુદર્શન ચક્ર દ્વારા ગજેન્દ્રને મુક્ત કરે છે.

    18 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 2

    શુકદેવજી આ ક્ષીરસમુદ્રમાં આવેલા ત્રિકૂટ નામના સર્વ સમૃદ્ધિ યુક્ત શ્રેષ્ઠ પર્વત અને તેના પર રહેતાં પશુ-પક્ષીઓ અને ત્યાં વસેલા દેવોના ગણ વિશેની પણ વાત કરે છે. ત્યાંના જંગલોમાં ગજેન્દ્ર પોતાના હાથીઓના ગણ સાથે મુક્ત વિચારી રહ્યો છે. અને તરસ લાગતા જ્યારે તે સરોવરમાં જઈને આનંદ કરી રહ્યો છે ત્યારે ગ્રાહ તેના પગને પોતાના જડબામાં પકડી લે છે. ગજેન્દ્ર તો એમાંથી છૂટવાનો ઘણો પ્રયત્ન કરે છે. બીજા હાથીઓ પણ તેને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. પણ છતાંય કોઈ ના પ્રયત્નો સફળ થતાં નથી. આ ઘટનાને હજાર વર્ષ વીતી જાય છે અને જ્યારે ગજેન્દ્ર ખૂબ નિર્બળ થવા માંડે છે. અને ગ્રાહની શક્તિ જળ ના લીધે વધવા માંડે છે, ત્યારે ગજેન્દ્ર શ્રી હરિ ની સ્તુતિ કરવાનો વિચાર કરે છે.

    16 min
  • Bhagvat Puran Skandh 8 Adhyay 1

    આઠમાં સ્કંધના પહેલા અધ્યાયમાં નારદજી છ મન્વંતરોનું  વર્ણન કરે છે. તે દરેક મન્વંતર ના મનું, તેના દેવ, તેના ઇન્દ્ર, મનુના પુત્ર અને સમાજ વ્યવસ્થાની વાત કરે છે. તેઓ આ અધ્યાયમાં ગજેન્દ્રના વ્યાખ્યાનની પૂર્વભૂમિકા પણ બાંધે છે.

    16 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 2

    ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે.

    23 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 1

    ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે.

    20 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 14

    નારદજીએ પહેલા બ્રહ્મચર્યાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ના નિયમો સમજાવ્યા. આથી યુધિષ્ઠિરને પ્રશ્ન થયો છે કે ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થ વિશેષ પરેશાન કર્યા વિના ભગવાનના પદ ને કયા સાધનથી પ્રાપ્ત કરી શકે. એના જવાબમાં નારદજી તેમને ગૃહસ્થાશ્રમના નિયમો વિશે સમજાવે છે અને સદાચારનું વર્ણન કરે છે.

    27 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 13

    પ્રહલાદજી પોતાના સેવકોની સાથે નીકળ્યા છે અને ત્યાં તેમને અવધૂત એવા દત્તાત્રેય જી ધૂળમાં પડેલા જોવા મળે છે. દત્તાત્રેયજી નું રુષ્ટ પુષ્ટ શરીર જોઈને પ્રહલાદજી એવો પ્રશ્ન કરે છે કે આપ આવી રીતે આટલું સુંદર શરીર કેવી રીતે જાળવી શકો છો. દત્તાત્રેય જેના જવાબમાં યતિ ધર્મ નું નિરૂપણ કરે છે અને જણાવે છે કે તેઓ બધી જ સ્થિતિમાં સમભાવના રાખી શકે છે અને એ સમભાવના તેમને આ આસક્તિઓ માંથી મુક્ત કરી દે છે.

    25 min

About Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

From the publisher's feed

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

More shows like Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

The Mel Robbins Podcast by Mel Robbins

The Mel Robbins Podcast

19,223 Listeners