
Sign up to save your podcasts
Or


પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ થઈ જવાથી હિરણ્યકશ્યપુ પ્રથમ તો ખૂબ ક્રોધિત થઈ જાય છે. તે પોતાના સભાસદ દૈત્યો અને દાનવોને પૃથ્વી પર જઈને લોકોને આતંકિત કરવાની આજ્ઞા આપે છે. દૈત્યો તેની તે આજ્ઞા નું પાલન કરે છે અને સૃષ્ટિ પર ખૂબ આતંક મચી જાય છે . જ્યારે પોતાના ભાઈની અંત્યેષ્ટિ ક્રિયા માટે બધા ભેગા થાય છે ત્યારે તેમના શોકને જોઈને હિરણ્યકશ્યપુ તત્વજ્ઞાનનો ખુબ સુંદર એવો ઉપદેશ આપે છે. તેના એ ઉપદેશમાં તે રાજા સુહૃદની વાર્તા દ્વારા બધાને આત્મા અને શરીર વચ્ચે નો ભેદ સમજાવે છે. તે વાર્તામાં યમરાજ પોતે પ્રજાજનોને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ દ્વારા બધાની અંદર અજ્ઞાનનો નાશ થાય છે અને બધા હિરણ્યાક્ષ ના મોહમાંથી મુક્ત થાય છે.
સાતમા સ્કંધનાં પ્રથમ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુના પાર્ષદ જય અને વિજય જેમને સનકાદિ ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમે અસુર યોની માં જઈને પડશો તેમની વાર્તા સાંભળીશું. જય અને વિજય સર્વ પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને, ત્યારબાદ રાવણ અને કુંભકર્ણ ,અને ત્યારબાદ શિશુપાલ અને દંતવક્ત થઈને જન્મ લે છે. યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ અને દંતવક્તને ભગવાને પોતાના માં કેમ સમાવી લીધા. ત્યારે નારદજી એના જવાબ રૂપે ભગવદ્ પ્રાપ્તિ માટે નિષ્ઠા નો મહિમા સમજાવે છે. એ નિષ્ઠા પ્રેમ, તિરસ્કાર કે કોઈપણ ભાવના રૂપ પ્રસ્તુત થાય છે.
છઠ્ઠા સ્કંધના છેલ્લા અધ્યાયમાં આપણે પુંસવન નામ ના વ્રત ની વિધિ સાંભળીશું
આ અધ્યાયમાં આપણે અદિતિ અને દિતિના સંતાનો તથા મરુદગણની ઉત્પત્તિનું વર્ણન સાંભળીશું. પોતાના બે પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ મરી જવાથી દિતિ ખૂબ દુઃખી છે. તેના મનમાં દેવોનો વધ કરે એવા પુત્ર જન્મે એવી આશા છે. એટલા માટે તે પાછા કશ્યપ ઋષિ પાસે જાય છે અને તેમની પાસે એવા પુત્રનું વરદાન માંગે છે. ઇન્દ્ર આ સાંભળીને કે દિતિ ઈન્દ્ર અને બીજા દેવો નો નાશ થાય એવા પુત્રોની માંગણી કરે છે, તેથી જ છધ્મવેષમાં તેઓ દિતિની સેવા કરવા માંડે છે. ત્યારબાદ કશ્યપજી દિતિને એક પુંસવન નામ ના વ્રત ની વિધિ શીખવાડે છે અને એક વર્ષ સુધી તે વિધિ પ્રમાણે જીવન જીવવાની આજ્ઞા કરે છે. જો તે એમાંથી ચૂકી જાય તો તેના પુત્રો એ ઇન્દ્રના મિત્ર બની જશે એવી પણ સૂચના આપે છે. જ્યારે દિતિ ખૂબ વખત પછી એક દિવસ માટે સંધ્યાકાળે આ વ્રત ચૂકી જાય છે ત્યારે ઇન્દ્ર તેમના ગર્ભમા જઈને તે ગર્ભનાં સાત અને પછી 49 ટુકડા કરી નાખે છે. આ બાળકો મરુદગણ તરીકે જન્મ લે છે. ઇન્દ્ર ત્યારબાદ તેને સમજાવે છે અને તેમની સમજાવટથી દિતિને પણ જ્ઞાન થાય છે.
વિદ્યાધરોના અધિપતિ ચિત્રકેતુ પાસે જે વિમાન છે તે દ્વારા તે આકાશ લોકમાં ગમન કરી રહ્યા છે. ત્યારે તેઓ પાર્વતીજીને શિવજીના ખોળામાં બેઠેલા જોવે છે. આ જોઈને તેઓ શિવજીની ટીકા કરે છે. આ ટીકા સાંભળીને પાર્વતીજી ચિત્રકેતુ ને અસુર યોનિમાં જન્મ નો શ્રાપ આપે છે. ચિત્રકેતુ તે શાપ ને સ્વીકારી લેશે અને પાર્વતીજીને સમજાવે છે કે તેમનું મન તો ભગવદ્ ભક્તિ માં ચોટેલું છે અને તેથી મનુષ્ય, વિદ્યાધર કે અસુર]ની યોનીમાં પડવું તે તેમનો કોઈ શ્રાપ નથી. શિવજી ત્યારબાદ પાર્વતીજીને ભગવદ્ ભક્તો ની મહિમા સમજાવે છે.
ચિત્ર કેતુની સાથે વિશાદ થયેલા તેના બધા સ્વજનોને જોઈને દેવર્ષિ નારદજી તે પુત્ર ના આત્માને પાછો બોલાવે છે અને તેની સાથે વાર્તાલાપ કરે છે. નારદજી પૂછે છે કે એ આત્માને આ શરીરમાં પાછળ આવું છે કે નહીં. અને જીવાત્મા તેમને ખૂબ જ સુંદર જવાબ આપે છે. આ જવાબ સાંભળ્યા પછી ચિત્રકેતુ અને તેના બધાં સંબંધીઓ અંદરથી મોહભાવના મુક્ત થઈ જાય છે. અને તેઓ બધા પોતાને ભગવાનની ભક્તિ માં સ્થાપિત કરે છે. આ અધ્યાયમાં આપણે જીવાત્માની ગતિ વિષે ખૂબ સુંદર તત્વજ્ઞાન મેળવી શકીએ છીએ.
ચિત્રકેતુ ને પુત્ર શોકમાં વ્યાકુળ થયેલો જોઇને અંગિરા ઋષિ અને દેવર્ષિ નારદજી ખૂબ જ સુંદર ઉકતીઓથી ઉપદેશ આપે છે. તેઓ તેને આત્મા અને શરીર વચ્ચેના ભેદની ભાવના સમજાવે છે. આ સાંભળીને ચિત્રકેતુના મનમાંથી મોહ દૂર થાય છે અને આગળ જતાં તે વિદ્યાધર રોના અધિપતિ બને છે.
જ્યારે રાજા પરીક્ષિતને જાણ થાય છે કે વૃત્રાસુર ને પણ ભગવાન વિષ્ણુના ચરણોનો પ્રાપ્તિ થઈ છે ત્યારે તે શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આવું કેમ શક્ય બન્યું. આ અધ્યાયમાં આપણે વૃત્રાસુરના પૂર્વ ચરિત્ર કે જ્યારે તે રાજા ચિત્રકેતુ હતો તેની વાત સાંભળીશું. રાજા ચિત્રકેતુ ને પુત્ર પ્રાપ્તિની ખૂબ ખેવના હતી. અંગિરા ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થઈ ત્યારે રાજા ચિત્રકેતુની મનગમતી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. બીજી રાણીઓએ ઈર્ષા વશ થઈને તે પુત્રને ઝેર આપી અને મારી નાખ્યો. આ જોઈ અને રાજા ચિત્રકેતુ અને તેમના પત્ની મોહ માયાથી જકડાયેલા હોવાને કારણે ખૂબ જ દુખી થઈ ગયા અને તેમના સ્વજનો પણ તેમના શોક ને જોઈને દુઃખી થઈ ગયા.
ભગવાન ઈન્દ્રએ વૃત્રાસુરનો વધતો કરી નાખ્યો પણ તેની સાથે તેમને બ્રહ્મહત્યાનું પાપ પણ લાગયુ છે. આ પાપ તેમને સતત ગ્રસી રહ્યું છે. તેનાથી પીડિત થઈને ઇન્દ્ર પોતે માન સરોવર પાસે કમળ ના જંગલમાં સંતાઈ જાય છે. અને આમ તેઓ એક હજાર વર્ષ સુધી ત્યાં સંતાયેલા રહે છે. એમની અંદર રહેલી અપરાધની ભાવના તેમને ખૂબ સતાવી રહી છે. ત્યારબાદ હજાર વર્ષ પૂર્વ દેવી લક્ષ્મી અને ભગવાન રુદ્રના આશ્રયમાં રહીને ઇન્દ્ર પાછા બહાર આવે છે. બ્રાહ્મણો સાથે અશ્વમેઘ યજ્ઞ કરીને પોતાનું સ્વર્ગનુ સ્થાન પ્રાપ્ત કરે છે.
મહાપરાક્રમી વૃત્રાસુર ઇન્દ્ર જોડે ખૂબ વીરતાથી યુદ્ધ કરે છે. જ્યારે ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી જાય છે ત્યારે વૃત્રાસુર તેમનો વધ કરવાની જગ્યાએ તેમને વીરના લક્ષણો સમજાવતા ઉપદેશ આપે છે અને ફરી પાછા યુદ્ધ માટે લલકારે છે. જ્યારે ઇન્દ્ર તેના બંને હાથ છેદી નાખે છે ત્યારે વૃત્રાસુર પોતાના વિશાળ મુખથી ઇન્દ્રને તેમના વજ્ર સાથે ગળી જાય છે. નારાયણ કવચથી સુરક્ષિત ઇન્દ્ર વૃત્રાસુર ના પેટમાં પહોંચીને વજ્રથી તેના પેટ ને ચીરી અને બહાર આવે છે અને આ રીતે વૃત્રાસુર નો અંત કરે છે.
From the publisher's feed

19,223 Listeners