Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Download on the App Store

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episodes

  • Bhagvat Puran Skandh 6 Adhyay 1

    છઠ્ઠા સ્કંધના પ્રથમ અધ્યાયમાં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે છે કે એવા કયા અનુષ્ઠાન મનુષ્ય જાતિ એ કરવા જોઇએ જેથી તેને ભયંકર યાતનાઓપૂર્ણ નરકમાં જવું પડે નહીં. તેના જવાબમાં શુકદેવજી ખૂબ સુંદર રીતે ધર્મ અને તત્વજ્ઞાન નું વિશ્લેષણ કરે છે. ત્યારબાદ તેઓ અજામિલ નામના એક બ્રાહ્મણ નું આખ્યાન રાજા પરીક્ષિતને સંભળાવે છે. અજામિલ એક વિદ્વાન બ્રાહ્મણ છે જે ખોટા રસ્તે ચડી ચૂક્યા છે. તેમના સૌથી નાના પુત્ર નું નામ નારાયણ છે અને જ્યારે યમદૂતો તેમને લેવા માટે આવે છે ત્યારે તે પુત્ર મોહ માં નારાયણ એમ બોલે છે અને તે સાંભળતા ભગવાન વિષ્ણુના પાર્ષદો ત્યાં આવી અને યમદૂતોને અજામિલ નો પ્રાણ ન લઈ જવા માટે કહે છે. યમના દૂતો એ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદોને અજામિલ નું વૃતાંત કહી સંભળાવે છે.

    25 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 26

    રાજા પરીક્ષિત શુકદેવજીને મનુષ્યને ઉત્તમ અને અધમ ગતિ કેમ પ્રાપ્ત થાય છે અને તેની વિવિધતા કેમ હોય છે એના વિશે પ્રશ્ન કરે છે. શ્રી શુકદેવજી તેના ખૂબ સુંદર જવાબ આપે છે. ત્યારબાદ તેઓ નરક ની ગતિ નું વર્ણન કરે છે. હિન્દુ શાસ્ત્રમાં નરકોની સંખ્યા એકવીસ છે આ ઉપરાંત બીજા સાત મળીને કુલ ૨૮ નરકોમાં મનુષ્યને યાતનાઓ ભોગવવી પડે છે. પોતે કરેલા પાપ કર્મો ને લીધે શ્રી શુકદેવજી કયા પાપ ના લીધે કયા પ્રકારના નરકમાં જવું પડશે તેની વિગતવાર માહિતી આપે છે. તેઓ આ નરકમાંથી કેવી રીતે ઉગાડવું તેના વિશેની પણ ચર્ચા કરે છે.

    26 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 25

    શ્રી હરિનું તામસી રૂપ એ સંકર્ષણ દેવના નામે ઓળખાય છે. આ અધ્યાયમાં આપણે બ્રહ્માપુત્ર નારદજી દ્વારા સંકર્ષણ દેવની સુંદર સ્તુતિ સાંભળીશું. આ અધ્યાયના અંતમાં શુકદેવજી રાજા પરીક્ષિત ને કહે છે કે હવે કોઈ બીજા તત્વજ્ઞાની લક્ષી પ્રશ્ન હોય તો તે પૂછો.

    14 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 24

    ગ્રહણ નો અર્થ સમજાવવા માટે પૌરાણિક સમયના વૈજ્ઞાનિકોએ રાહુનું સર્જન કર્યું. જ્યારે અમૃતની વહેંચણી થઈ રહી હતી ત્યારે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો અને અમૃત એના ગળા સુધી પહોંચ્યું, ત્યારે ખબર પડતાં ભગવાન શ્રીહરિએ તેનું સુદર્શન ચક્રથી માથું વાઢી નાખ્યુ. રાહુની કથાની સાથે આ અધ્યાયમાં આપણે સાત ભૂગર્ભમાં રહેલા લોક જે ઘણીવાર આપણે પાતાળલોક તરીકે ઓળખિયે છીએ તેની કથા પણ સાંભળીશું. આપણે પાતાળલોકમાં રહેતા પ્રજાપતિઓ, તેમની પ્રજા, તેમના વર્ણ વગેરેની વાત પણ જાણીશું.

    25 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 23

    આ અધ્યાયમાં આપણે શિશુમાર ચક્રનું વર્ણન સાંભળીશું. શિશુમાર ચક્ર આખા બ્રહ્માંડનું હિંદુ ફિલોસોફી પ્રમાણે નું વર્ણન છે. પુરાણ સમયના વૈજ્ઞાનિકોએ સપ્રમાણતા ના સિદ્ધાંત મુજબ 14 નક્ષત્રો જમણી અને 14 નક્ષત્ર ડાબી બાજુએ ગોઠવીને બ્રહ્માંડનું સુંદર નિરૂપણ કર્યું છે. એ સમયના વૈજ્ઞાનિકોએ જે જોયું તેને સરળ ભાષામાં સામાન્ય મનુષ્યને સમજાવવા માટે ખુબ સુંદર પ્રયત્ન કર્યો છે.

    17 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 22

    માત્ર અવલોકનના પ્રભાવથી એ સમયના વૈજ્ઞાનિકો જેને આપણે ઋષિઓ કહે છીએ તેમણે સૂર્ય, ચંદ્ર, શુક્ર, બુધ, ગુરુ, શનિ વગેરે ગ્રહોની સ્થિતિ વિશે આપણને સમજણ આપી. તેઓ એ પણ સમજાવી શકે છે કે પૃથ્વી એ બ્રહ્માંડનું સેન્ટર નથી પણ પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે. પશ્ચિમ જગતના વિજ્ઞાન કરતા આ ખૂબ આગળ પડતી માહિતી છે એ સમય માટે. એ આપણને ભારતીય વિજ્ઞાન કેટલુ આગળ પડતું હતું તે પણ જણાવે છે.

    16 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 21

    આધુનિક ભૌતિક શાસ્ત્રની સમજણ સાથે આપણે આજના અધ્યાયમાં મેટર, એન્ટીમેટર અને એ અવકાશની સાથે જોડાયેલા ગ્રહો નક્ષત્ર અને ભગવાન સૂર્યની ગતિ ની વાતો સાંભળીશું. આ અધ્યાયમાં આપણે ટાઇમ ઝોન વિશે પણ સમજીશું.

    18 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 20

    જંબુદ્વીપથી શરૂ કરીને આપણે આ અધ્યાયમાં બીજા છ દ્વીપોનો તથા લોકાલોક પર્વત વિષે સાંભળીશું. જંબુદ્વીપ ની બહાર પ્લક્ષદ્વીપ, તેની બહાર શાલમાલીદ્વીપ, કુશદ્વીપ ક્રૉન્ચદ્વીપ, શાકદ્વિપ અને પુષ્કરદ્વીપ ની વાત સાંભળીશું. શુકદેવજી ના મુખે આપણે લોકાલોક નામના પર્વત ની વાત પણ જાણીશું. લોકાલોક પર્વત એ બ્લેક હોલ ની કલ્પના તરફ લઈ જાય છે.

    25 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 19

    આગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગઆગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગવાન નર-નારાયણ રૂપ ધારણ કરીને કલ્પના અંત સુધી સતત ધર્મજ્ઞાન વૃદ્ધિ માટે બોધ આપે છે. આપણે દેવતાઓ દ્વારા મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા ની સ્તુતિ પણ સાંભળીશું જ્યાં દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્ય નો મહિમા ગાય છે.વાન નર-નારાયણ રૂપ ધારણ કરીને કલ્પના અંત સુધી સતત ધર્મજ્ઞાન વૃદ્ધિ માટે બોધ આપે છે. આપણે દેવતાઓ દ્વારા મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા ની સ્તુતિ પણ સાંભળીશું જ્યાં દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્ય નો મહિમા ગાય છે.

    23 min
  • Bhagvat Puran Skandh 5 Adhyay 18

    આ અધ્યાયમાં આપણે ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન સાંભળીશું. દરેક ખંડમાં ભગવાનના એક જુદા સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે. જેમકે ભદ્રાશ્વ ખંડમાં ભગવાન વાસુદેવ ની  હયગ્રીવ નામની ધર્મપ્રિય મૂર્તિને પૂજવામાં આવે છે. તેવી જ રીતે હરિખંડમાં ભગવાન નરસિંહ રૂપે પૂજવામાં આવે છે. કેતુમાલ દેશમાં લક્ષ્મીજી, સંવત્સર નામના પ્રજાપતિ ના પુત્ર અને પુત્રીની સાથે ભગવાનની પૂજા કરે છે. રમ્યક ખંડમાં મત્સ્યરૂપની સ્તુતિ થાય છે. હીરાયણમય ખંડમાં ભગવાન કચ્છપ રૂપ ધારણ કરીને રહે છે અને ઉત્તરકુરુ ખંડમાં યજ્ઞપુરુષ વરાહનું રૂપ ધારણ કરે છે. 

    25 min

About Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

From the publisher's feed

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

More shows like Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

The Mel Robbins Podcast by Mel Robbins

The Mel Robbins Podcast

19,223 Listeners