
Sign up to save your podcasts
Or


જ્યારે વૃત્રાસુરે જોયું કે તેની સેના વજ્રના ભયથી ચારે તરફ ભાગી રહી છે ત્યારે તેણે ઈન્દ્રની સામે જઈ અને યુદ્ધ નો લલકાર કર્યો. ઇન્દ્રએ વૃત્રાસુર પર ગદાનો પ્રહાર કર્યો ત્યારે તેણે એક ગદાને રોકી અને એ જ ગદા દ્વારા ઇન્દ્રના હાથી ઐરાવત પર વાર કર્યો. ઐરાવત મૂર્છિત થઈ ગયો અને ઇન્દ્ર પોતે ભાન ગુમાવી બેઠા ત્યારે વૃત્રાસુરે એક શુરવીર ની જેમ તેમના પર કોઈ પણ પ્રકારનો પ્રહાર કર્યો નહીં. ઇન્દ્ર જ્યારે ફરીવાર ભાનમાં આવ્યા અને ઐરાવત પર સવાર થયા અને યુદ્ધ કરવા લાગ્યા. આ યુદ્ધમાં વૃત્રાસુર વીરગતિને પ્રાપ્ત થયો. પોતે મૃત્યુની નજીક છે આવી જાણ થતાં વૃત્રાસુરે ભગવાનની ખુબ સુંદર સ્તુતિ કરી અને ભગવદ્ ભક્તિ પ્રાપ્ત કરી.
શ્રી હરિના જણાવ્યા મુજબ દેવતાઓએ દધીચિ ઋષિ પાસે જઈ અને તેમના અસ્થિઓની માંગ કરી. દધીચિ ઋષિએ તેમની પાસે સુંદર તર્ક ની માંગ કરી. ત્યારબાદ પોતાનો દેહત્યાગ કરી અસ્થિઓ દેવતાઓને સમર્પણ કર્યા. દેવતાઓએ આ અસ્થિઓમાંથી વિશ્વકર્માની મદદથી વજ્રનું નિર્માણ કર્યું અને ત્યારબાદ તેમણે વૃત્રાસુર ની સેના પર આક્રમણ કરી દીધું. વજ્રના પ્રભાવથી અસુર સેના તહસ-નહસ થઈ ગઈ અને ચારે તરફ ભાગવા લાગી. તે સમયે વૃત્રાસુરે પોતાની સેનાને શૂરવીર માટે ઉત્તમ એવા મૃત્યુની ગતિ સમજાવી .
દેવરાજ ઇન્દ્રને જાણ થઈ કે તેમના નવા ગુરુ વિશ્વરૂપ એ અસુરોને પણ મદદ કરી રહ્યા છે. આ જાણ થતાં તેમણે વિશ્વરૂપ ના ત્રણે શિર છેદી નાખ્યા અને એના વધને ચાર ભાગમાં પૃથ્વી જળ વૃક્ષો અને સ્ત્રીઓને આપ્યા. વિશ્વરૂપના પિતાને આ જાણ થતાં તેમણે ઇન્દ્રનો શત્રુને પેદા કરવા માટે હવન કર્યો જેમાંથી વૃત્રાસુર નામનો અસુર પેદા થયો. વૃત્રાસુરે દેવો પર આક્રમણ કરી દીધું અને દેવો ભયભીત થઈને શ્રી હરિ વિષ્ણુ પાસે આના ઉપાય માટે આવ્યા. શ્રી હરિહરે સુંદર ઉપદેશ આપીને સમજાવ્યું કે આ તેમના જ પોતાના કર્મોનો ફળ છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે દેવો દધીચિ ઋષિ પાસે જાય અને તેમના અંગમાંથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવે જે વૃત્રાસુર ના વધમાં મદદ કરશે.
દેવરાજ ઇન્દ્ર જ્યારે અસરો સામે લડાઈ કરવા માટે તૈયાર થયા ત્યારે વિશ્વરૂપએ ગુરુ તરીકે તેમને નારાયણ કવચ નો ઉપદેશ આપ્યો. આ અધ્યાયમાં આપણે ખૂબ જ સુંદર એવું નારાયણ કવચ અને એના વિસ્તાર વિશે સાંભળ્યું સાંભળીશું. આ કવચના નેજા હેઠળ ઇન્દ્ર અસુરો પર વિજયી થયા.
દેવરાજ ઇન્દ્રને પોતાની સભા અને શક્તિ પ્રત્યે ખૂબ ગર્વ જાગી ગયો હતો. એકવાર તેમના ગુરૂ બૃહસ્પતિ જ્યારે સભામાં આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર ઉભા પણ ન થયા અને એમનો કોઈ સત્કાર ન કર્યો. આ જોતા બૃહસ્પતિજીએ ઈન્દ્રની સભાનો ત્યાગ કર્યો અને ગુરુ ન હોવાને કારણે તેમની સભામાંથી જ્ઞાન નો વિલોપ થયો. આની જાણ થતા અસુરોએ દેવો પર આક્રમણ કરી દીધું અને સ્વર્ગ પોતાનો કબજો જમાવી દીધો. દેવતાઓએ આ કારણસર બ્રહ્માજી પાસે ગયા અને તેમની પાસે આ દુર્ગમતાનો ઉપાયો માંગ્યો. બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે તેઓ અસુર પુરોહિત એવા વિશ્વરૂપ પાસે જાય અને એમની આચાર્ય તરીકે વરણી કરે. દેવોએ પોતાના તર્કથી વિશ્વરૂપ ને મનાવી લીધા અને વિશ્વરૂપ ના જ્ઞાનકુંભથી તેઓ અસુરોની સામે વિજય મેળવી શક્યા.
આજના અધ્યાયમાં આપણે દક્ષ પ્રજાપતિ અને એમની સાઠ પુત્રીઓનું વર્ણન સાંભળીશું. આપણે એમના વંશવેલા ની પણ વાત કરીશું જે આપણને નવા કથાનક તરફ લઇ જશે.
પોતાના વંશની વૃદ્ધિ માટે દક્ષ પ્રજાપતિએ હયાશ્વ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમને સંતાન પ્રાપ્તિ માટે તપ કરવા નારાયણ સરોવર મોકલ્યા. ત્યાં એમને નારદજી મળ્યા અને નારદજીના ઉપદેશ પ્રમાણે તે બધા ભાગવત ધર્મમાં રચ્યાપચ્યા રહ્યા અને સંતાન પ્રાપ્તિ તરફ ધ્યાન ન આપ્યું. દક્ષ પ્રજાપતિને જ્યારે જાણ થઈ કે નારદજીના ઉપદેશના કારણે તેમના પુત્રો હવે સંતાનપ્રાપ્તિમાં રસ ધરાવતા નથી ત્યારે ખૂબ શોકીત થયા. દક્ષ પ્રજાપતિએ ત્યારે બીજા દસ હજાર પુત્રો જેમના નામ શબલાંશ્ચ હતા તેમને જન્મ આપ્યો. તેઓ પણ સંતાન પ્રાપ્તિ માટે નારાયણ સરોવર પાસે તપ કરવા માટે ગયા અને નારદજીએ તેમને ઉપદેશ આપતા તેઓ પણ ભગવદભક્તિમાં જોડાઈ ગયા. આ જાણીને દક્ષ પ્રજાપતિને ખૂબ ગુસ્સો આવ્યો અને જ્યારે નારદજીને મળ્યા ત્યારે તેમણે નારદજીને શ્રાપ આપ્યો. સંત શિરોમણી નારદજીએ આ શ્રાપ સ્વીકાર પણ કરી લીધો.
રાજા પરીક્ષિત શ્રી શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આ સૃષ્ટિના સર્જન ના અને વિકાસની વાત માંડીને કરો. તેના જવાબમાં, શુકદેવજી આપણને પાછા રાજા પ્રાચીનબ્રૂહિ , તેમના પુત્ર પ્રચેતાઓ, અને તેમના પુત્ર દક્ષ ની વાત તરફ લઇ જાય છે. દક્ષ પ્રજાપતિ પ્રજાની વૃદ્ધિ કરવા માટે પૃથ્વી પર પ્રજાની વૃદ્ધિ કરવા માટે તપ કરવા લાગે છે ત્યારે તે શ્રી હરિની એક ખૂબ સુંદર સ્તુતિ કરે છે. શ્રી હરિ તેના પર પ્રસન્ન થાય છે અને દક્ષ પ્રજાપતિને પંચજન પ્રજાપતિની પુત્રી સાથે લગ્નની આજ્ઞા આપે છે.
યમદૂતો અજામિલ નો પ્રાણ લીધા વિના જ યમરાજ પાસે પાછા જાય છે અને યમરાજ પાસે શંકાના નિવારણ માટે માંગણી કરે છે કે શું આપના થી પણ કોઈ પર છે. તેના જવાબમાં યમરાજ તેમને શ્રી હરિ અને તેમના લોકની સમજણ આપે છે. યમરાજ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે અને જણાવે છે કે માત્ર ૧૨ વ્યક્તિઓ જ ભાગવત ધર્મનું રહસ્ય સમજી શકે છે. યમરાજના મુખેથી શ્રી હરિ ની સ્તુતિ સાંભળી ને યમદૂતોને શંકા નો નાશ થાય છે.
યમદૂતો ની વાત સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ એ દૂતોને ધર્મ અને ભગવાન ના નામસ્મરણમાં રહેલી શક્તિ સમજાવે છે. શાસ્ત્રો અને વેદોનું સ્મરણ કરાવીને તે પાર્ષદો, યમદૂતોને અજામિલ ના પ્રાણ લીધા વિના જ પાછા યમરાજ પાસે મોકલે છે. અજામિલ નો આત્મા આ ઘટનાને નિહાળી ને પોતે મનુષ્ય જન્મમાં રહીને કરેલી ખોટા કર્મોની વાતોને યાદ કરે છે અને નારાયણનું નામ લેતા પ્રાયશ્ચિત કરે છે. એને પ્રાયશ્ચિત કરતો જોઈ ભગવાનના પાર્ષદો એને વૈકુંઠલોક લઈ જાય છે
From the publisher's feed

19,223 Listeners