Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

Download on the App Store

Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episodes

  • Bhagvat Puran Skandh 7 Adhyay 12

    આ અધ્યાયમાં આપણે બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ના નિયમો વિષે સાંભળીશું. ખાસ કરીને બ્રહ્મચારીએ કેવી રીતે ગુરુની સાથે વર્તન કરવું અને પોતાની સ્વયંશિસ્ત કેવી રીતે જાળવી રાખવી તેના વિશે સમજીશું. આપણે વાનપ્રસ્થાશ્રમમાં માણસે કેવા પ્રકારનું વર્તન કરવું, કેવા પ્રકારનું ભોજન કરવું, અને કેવા પ્રકારની જીવન જીવવું તેના વિશેની સમજણ મેળવીશું.

    23 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 11

    હિન્દુ ધર્મની ફિલોસોફીને સમજવા આ અધ્યાયમાં વ્યાસજી આપણને માનવધર્મ, વર્ણધર્મ, અને સ્ત્રીધર્મનું ખુબ સુંદર નિરૂપણ કરે છે. આ અધ્યાયમાં આપણે મનુષ્યના 30 પરમ ધર્મ વિશે સાંભળીશું. આપણે દરેક વર્ણના કર્મ અને પ્રવૃત્તિઓ વિશે સાંભળીશું. એ ઉપરાંત આપણે સ્ત્રીધર્મ અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય તેની પણ વાત કરીશું. 

    26 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 10

    પ્રહ્લાદજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા નરસિંહ ભગવાન ત્યારબાદ પ્રહલાદજી સાથે વાર્તાલાપ  કરે છે અને તેમને વરદાન માગવાનું કહે છે. પ્રહલાદજી આ સાંભળીને ભગવાન પાસેથી તેઓ ક્યારેક કામનાવશ ના થાય તેની માગણી કરે છે અને પ્રભુના ચરણોમાં હંમેશા સ્થાપિત રહે તેવું વરદાન માંગે છે. ભગવાન નરસિંહ તેમને આ વરદાન આપીને અંતર્ધ્યાન થાય છે અને ત્યારબાદ પ્રહલાદજી નો રાજ્ય અભિષેક થાય છે. આ અધ્યાયમાં આપણે મય દાનવ અને ભગવાન શંકર દ્વારા ત્રિપુર દહનની વાત સાંભળીશું.

    25 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 9

    જ્યારે બધા દેવતાઓએ અને બીજાઓએ કરેલી સ્તુતિ દ્વારા નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી ત્યારે બ્રહ્માજી પ્રહલાદ ને કહે છે કે બેટા કદાચ તારી સ્તુતિથી ભગવાન નરસિંહ નો ક્રોધ શાંત થઈ જશે. તેથી તું એમની પાસે જઈ અને તેમને શાંત કર. બ્રહ્માજીની આજ્ઞા માનીને પ્રહલાદજી નરસિંહ ભગવાન પાસે જાય છે અને બાળક તરીકે અદભુત સ્તુતિ પ્રસ્તુત કરે છે. એ સ્તુતિ માં પ્રહલાદ ભગવાનનું નરસિંહ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપ બેની ચર્ચા કરે છે તે પોતાના મન વિશેની પણ વાત કરે છે. અને ભગવાનના ચરણોમાં મળતી શાંતિની પણ. આ સ્તુતિથી ભગવાન નરસિંહ પ્રસન્ન થાય છે અને એમનો ક્રોધ છોડી દે છે.

    32 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 8

    આજના અધ્યાયમાં આપણે નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ અને તેમણે કરેલો હિરણ્યકશ્યપનો વધ તેના વિશે સાંભળીશું. નરસિંહ ભગવાન હિરણ્યકશિપુના વરદાન પછી ખૂબ ક્રોધિત થયા છે. એટલે એમને શાંત કરવા માટે બ્રહ્માજી, બીજા દેવતાઓ, સિદ્ધો, વિદ્યાધરો અને અન્ય લોકો તેમની પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાઓ અને સ્તુતિઓ પણ આજે આપણે સાંભળીશું.

    29 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 7

    જયારે દૈત્ય બાળકો પૂછે છે કે પ્રહલાદજી ને આવું ભગવદ્ ભક્તિ નું જ્ઞાન ક્યાંથી મળ્યું, ત્યારે પ્રહલાદજી તેમને પોતાના જન્મ સમયની નારદજીના સંગ ની વાત કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે ઇન્દ્રે દૈત્યો પર આક્રમણ કરી દીધું ત્યારે તેમની માતાને નારદજીએ ખુદ બચાવી લીધા અને ત્યારબાદ એમને ભગવત ભક્તિનો ઉપદેશ આપ્યો. તે પ્રહલાદજીએ ગર્ભમાં ગ્રહણ કર્યો હતો. પ્રહલાદજી આત્માની પ્રકૃતિ અને તેના પ્રભાવ ની વાત કરે છે અને આપણને જણાવે છે કે કેવી રીતે આત્મશુદ્ધિ માટે અને ભગવદ્ પ્રાપ્તિ માટે આપણે પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેઓ એ પણ જણાવે છે કે ભગવદ્ ભક્તિ અને ભગવદ્ પ્રાપ્તિ એ માત્ર બ્રાહ્મણ કે કોઈ મહાન વ્યક્તિ નો જ ઈજારો નથી. એ કોઈપણ ને મળી શકે છે જો ભક્તિ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવે.

    25 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 6

    દૈત્ય બાળકોના પૂછવાથી પ્રહલાદજી તેમને ભક્તિ નું જ્ઞાન અને ઉપદેશ આપે છે. તેઓ તેમણે આત્મા અને શરીર વચ્ચેના ભેદનું અંતર સમજાવે છે અને મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેનો માર્ગ પણ દેખાડે છે.

    20 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 5

    આ અધ્યાયમાં આપણે હિરણ્યકશ્યપુ દ્વારા પ્રહલાદજી ના વધના પ્રયત્નો વિશેનું વર્ણન સાંભળીશું. જ્યારે પ્રહલાદજી હિરણ્યકશ્યપુ ને ભગવાનના સામર્થ્યનો ઉપદેશ આપે છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમને હસી કાઢે છે. પ્રહલાદજી તેમને જગતની અને વિષય વાદની મિથ્યતાનો ઉપદેશ આપે છે. તેઓ તેમને ભગવાનના નવરૂપ વિશેની પણ વાત કરે છે અને આ પ્રમાણે નવધા ભક્તિ ની સમજાવે છે.

    22 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 4

    પોતાને અભયપદ નું વરદાન મળ્યા બાદ હિરણ્યકશ્યપુ  મદથી છકી જાય છે અને ત્રણે લોક નો વિજય પ્રાપ્ત કરે છે. તે હવે ઇન્દ્રના નિવાસસ્થાનમાં જ રહે છે અને બીજા બધાં ભયના લીધે તેને માન આપી રહ્યા છે. હિરણ્યકશ્યપુના ત્રાસથી બધા દેવો ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારે આકાશવાણી દ્વારા ભગવાન તેમને જણાવે છે કે જ્યારે હિરણ્યકશ્યપુ  પોતાના પુત્ર પ્રહલાદનો વધ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે ભગવાન ખુદ હિરણ્યકશ્યપુનો નાશ કરશે. આ જાણીને યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે શુદ્ધ હૃદયના પ્રહલાદજી સાથે તેમના પિતા હિરણ્યકશ્યપુને દ્વેષ કેવી રીતે હોઈ શકે.

    19 min
  • Bhagvat Puran Skandh 7 Adhyay 3

    પોતાના શક્તિશાળી ભાઈ હિરણ્યાક્ષ ની હત્યા થયા બાદ હિરણ્યકશ્યપુને થાય છે કે એ પોતે અજર અમર બની જાય. તે માટે તે બ્રહ્માજીની ઉપાસના કરવા માંડે છે. તેની ઉપાસના ના તપથી અને તાપથી સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ ના દેવતાઓ પણ ત્રાહિત થઈ જાય છે. તે બધા બ્રહ્માજી પાસે જઈ અને હિરણ્ય કશ્યપને સમજાવવાની વાત કરે છે. બ્રહ્માજી જ્યારે હિરણ્યકશ્યપુ પાસે જાય છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ અને તપની ભાવના ને જોઈને બ્રહ્માજી તેને વરદાન માંગવા ની આજ્ઞા કરે છે. આ સાંભળીને હિરણ્યકશ્યપુ તેમની પાસે એવા પ્રકારનું વરદાન માંગે છે કે જેનાથી એ બીજો બ્રહ્મા જેવો બની જાય.

    19 min

About Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

From the publisher's feed

This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality.

More shows like Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat

The Mel Robbins Podcast by Mel Robbins

The Mel Robbins Podcast

19,223 Listeners