
Sign up to save your podcasts
Or


રાજા બલિએ દેવો પાસેથી અમરાવતી છીનવી લીધી છે. આ દુઃખ તેમના માતા અદીતિથિ જોઈ શકાતું નથી. જ્યારે તેમના પતિ ઋષિ કશ્યપ ધ્યાનમાંથી પાછા આવે છે ત્યારે તેઓ તેમને વિનંતી કરે છે કે આ દુઃખમાંથી તેમના પુત્રોનો ઉદ્ધાર કરે. આ સાંભળીને ઋષિ કશ્યપ માતા અદિતિને પયોવ્રત ના નિયમ અને વિધિ સમજાવે છે.
શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા દ્વારા ફરિવાર જીવન પામેલા રાજા બલી ભૃગુવંશી બ્રાહ્મણોની ખૂબ સેવા અને પૂજા કરીને તેમની પાસેથી અમોઘ શક્તિ અને તેજ મેળવે છે. ત્યારબાદ તેઓ ઈન્દ્રની નગરી એવી અમરાવતી પર આક્રમણ કરી દે છે. જ્યારે ઇન્દ્ર બલી ના તેજ ને નો અનુભવ કરે છે ત્યારે તેઓ તેમના ગુરુ એવા બૃહસ્પતિ પાસે પહોંચી જાય છે. બૃહસ્પતિજી ઈન્દ્રને અને બધા દેવોને સલાહ આપે છે કે તમે બલી ની સામે જીતી શકવા માટે સક્ષમ નથી તેથી તમારા માટે અત્યારે ભાગી છૂટવું અને સંતાઈ જવું એ જ યોગ્ય છે.
ભાગવતના આ કદાચ સૌથી નાના એવા અધ્યાયમાં આપણે મનુઓ અને તેમના કર્મોની વાત કરવી છે. આ અધ્યાયમાં આપણે એ પણ સમજીશું કે દરેક મન્વંતર ના ઇન્દ્ર, તેના સપ્તર્ષિ, અને મનુના પુત્રો કેવી રીતે મનુને તેમના મન્વંતર ના સંચાલનમાં મદદ કરે છે.
આ અધ્યાયમાં આપણે ભવિષ્યમાં આવવાના સાત મન્વંતરોની વાત સાંભળીશું. આ સાત મન્વંતરોમાં કયા કયા મનુ, કયા કયા ઇન્દ્ર, કયા સપ્તર્ષિ, અને કેવા પ્રકારનો સમાજ હશે તેની વાત આજના અધ્યાયમાં કરીશું.
જ્યારે મહાદેવ શંકરે સાંભળ્યું કે શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપ દ્વારા દાનવોને અભિભૂત કરી દીધાં અને દેવોને અમૃતપાન કરાવ્યું ત્યારે તેમને પણ આ મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. તેઓ પોતાની પત્ની સતી અને પોતાના ગણ ને લઈને શ્રી વિષ્ણુ પાસે ગયા અને મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન શંકર પણ આ સ્વરૂપથી મોહિત થઈ ગયા અને મોહિની પાછળ દોડવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરને ભાન આવ્યું કે તું શું કરી રહ્યા છે ત્યારે તેમને સમજાયું કે મોહિની સ્વરૂપની લીલા કેવી છે. તેમણે શ્રી વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરી અને ત્યારબાદ બંને પોત પોતાના ધામમાં પહોંચી ગયા.
ભગવાન શ્રી વિષ્ણુ ની મદદથી જ્યારે અસુરોની માયા નો વિનાશ થયો ત્યારે દેવરાજ ઈન્દ્રના મનમાં અભિમાન વ્યાપી ગયું. રાજા બલિએ ત્યારે તેમને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો અને તેમના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું. ત્યારબાદ બે બળવીર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. વજ્ર આઘાતથી રાજા બલી મૃત્યુ પામ્યા અને તે જોઈને બીજા અસુરોએ દેવરાજ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું. ઇન્દ્રએ વજ્રની શક્તિથી બધા અસૂરને કરાવી દીધા હરાવી દીધા. જ્યારે દેવો દાનવો નો સંપૂર્ણ નાશ કરી નાખશે એવું બ્રહ્માજીને લાગ્યું ત્યારે તેમણે નારદજીને મોકલીને આ યુદ્ધની સમાપ્તિ કરાવી. નારદજીની આજ્ઞાથી બધા દેવો સ્વર્ગે સિધાવ્યા અને ત્યારબાદ અસુરો મરેલા દૈત્યોના શબને શુક્રાચાર્ય પાસે લઈ આવ્યા. શુક્રાચાર્યએ સંજીવની દ્વારા રાજા બલિને જીવીત કર્યા.
પોતે કર્મ કર્યું હોવા છતાં પણ જ્યારે અમૃત નું ફળ મળ્યું નહીં ત્યારે દાનવોને થયું કે અમને અન્યાય થયો છે. અને તેથી તેઓએ એવું સાથે યુદ્ધ આરંભ કરી દીધું. રાજા બલિ અને ઇન્દ્ર વધશે વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. જ્યારે તેમની કોઈપણ પ્રકારની વિદ્યા કામ ન લાગી ત્યારે રાજા બલિએ માયા નો ઉપયોગ કરીને દેવરાજ ઇન્દ્ર ની સામે અને દેવોની આસપાસ માયાજાળ રચી દીધી. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતા દેવોએ શ્રીહરિની પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને એ માયાને અને કેટલાય બળવાન અસુરોને મૃત્યુને ઘાટ ઉતારી દીધા.
જ્યારે દાનવો ભગવાનના મોહિની રૂપથી મોહિત થઇ જાય છે ત્યારે તેઓ લડવાનું છોડી અને તેની પાસે પહોંચે છે અને વિવેકબુદ્ધિ ભૂલીને મોહિનીને ન્યાય ની જવાબદારી સોંપે છે. મોહિની પોતાના રૂપ નો ઉપયોગ કરીને દેવોને અમૃત પાઈ દે છે, જ્યારે દાનવો તેનાથી વંચિત રહી જાય છે. આ સમયે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ને અમૃતનું પાન કરે છે. અને તે જોતાં ભગવાન શ્રીહરિ પોતાના ચક્રથી તેનું ગળું કાપી નાખે છે અને ભગવાન બ્રહ્માજી તેને એક ગ્રહ માં પરિવર્તિત કરી દે છે.
આ અધ્યાયમાં આપણે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ, વૃક્ષો, દેવી લક્ષ્મી અને અમૃત વિશેની વાત સાંભળીશું. જ્યારે દેવ ધન્વંતરિ અમૃત સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા ત્યારે અસુરોએ તે ઘડો કે જેમાં અમૃત હતું, તે છીનવી લીધો. ભગવાને આ જોતા દાનવો માં ફૂટ પડાવી અને મોહિની રૂપ ધારણ કર્યું.
ક્ષીરસાગર નું મંથન ચાલુ થતાં મંદરાચળ પર્વત ના ભારે તે પાણીમાં ડૂબતો જાય છે. તેથી શ્રી હરિ પોતે કચ્છપ નું રૂપ ધારણ કરીને મંદરાચળ પર્વત નીચે સ્થાપિત થઈ જાય છે. તેઓ દેવો અને દાનવો માં પણ પોતાની શક્તિ પ્રસ્થાપિત કરે છે. ત્યારબાદ જ્યારે સમુદ્ર મંથન ચાલુ થાય છે ત્યારે તેમાંથી સર્વ પ્રથમ હળાહળ નામનું ઉગ્ર વિષ નીકળે છે. આ વિષના નીકાલનો કોઈ ઉપાય નહીં મળતા લોકો ભગવાન શ્રી શંકર પાસે પહોંચે છે અને ભગવાન શંકર તે વિષનું પાન કરે છે તેથી તે નીલકંઠ કહેવાયા.
From the publisher's feed

19,223 Listeners