ભાવીન ડાભી સ્કૂલ અને કોલેજ સમયમાં ખુબ જ શરમાળ સ્વભાવ ધરાવતા હતા અને આમાંથી બહાર આવવા અને સેલ્ફ કોન્ફિડેન્સ લાવવા એમણે કોલેજ દરમિયાન નક્કી કર્યું કે તેઓ દરરોજ પોતાનામાં એક બદલાવ લાવશે. તેઓ માને છે કે આવડવું અને નથી આવડતું એ બંને વચ્ચે માત્ર 5 કલાકનો ફર્ક છે. જો તમને શીખવાની ધગશ હોય તો તમે કઈ પણ શીખી શકો છો. બેન્કનો ચેક પણ કેમ ભરવો એ ખબર ન હતી અને એમણે પોતાની કંપની શરુ કરી, આજે એ ડિઝાઇન કંપની 26 અવૉર્ડ વીનર છે. જેમાંથી 11 ઇન્ટરનૅશનલ અને 15 નેશનલ અવૉર્ડનો સમાવેશ થાય છે, તો આવો જાણીએ એમની કહાની એમના જ શબ્દોમાં...